વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ સમૃદ્ધિ હાઈવેનું ઉદઘાટન કરવાના છે તે પૂર્વે શનિવારે ઉદ્ધવ ઠાકરેએ ઈશારો આપ્યો છે. મોદીએ સૌપ્રથમ કર્ણાટકવ્યાપ્ત મહારાષ્ટ્રને શું દિલાસો આપશો તે કહેવું જોઈએ અને પછી જ બાળાસાહેબ ઠાકરેના નામના હાઈવેનું લોકાર્પણ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
મરાઠવાડા સાહિત્ય સંમેલનમાં તેમણે જણાવ્યું કે મોદીએ રવિવારે જરૂર આવવું જોઈએ અને અમારા કામ પણ આમળવા જોઈએ. તે તેમનો અધિકાર છે. જોકે કર્ણાટકના મુખ્ય મંત્રી સતત આગ ઓકી રહ્યા છે. તેમને ઠપકો આપવો જોઈએ. સીમાવિવાદ પર તેમની ભૂમિકાની મહારાષ્ટ્ર વાટ જોઈ રહ્યો છે.સમૃદ્ધિ હાઈવે થશે. તે થવો જ જોઈએ. મારી રાજધાની અને ઉપરાજધાનીને આ હાઈવે નજીક લાવશે. તેનું કામ અમારા કાર્યકાળમાં અમે વધુ ઝડપથી કર્યું. તે રસ્તા થશે અને કરવા જ જોઈએ.
જોકે એક મોટા રસ્તાનું ઉદઘાટન કરતી વખતે કર્ણાટકે મહારાષ્ટ્રના રસ્તા બંધ કર્યા તેની પર વડા પ્રધાન તરીકે તેઓ બોલશે કે કેમ અને મહારાષ્ટ્રને શું દિલાસો આપશે તે પહેલા કહેવું જોઈએ. આ પછી બાળાસાહેબના નામના હાઈવેનું ઉદઘાટન કરો, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.