ઉત્તમ દાખલો:મુંબઈની કાંદિવલીની પાલિકાની હોસ્પિટલમાં 4 વર્ષના બાળક પર કોક્લિયર ઈમ્પ્લાન્ટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા ઉપનગરીય હોસ્પિટલોમાં પહેલી વાર આ પ્રકારની શસ્ત્રક્રિયા, આનું લાઈવ પ્રસારણ 30 જેટલાં ડોક્ટરોએ જોયું

એકબીજાની મદદ માટે હાથ આગળ આવે તો હિતાવક કાર્ય પાર પડી શકે છે તેનો ઉત્તમ દાખલો મહાપાલિકાની કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર મહાનગરપાલિકા હોસ્પિટલો બધાની સામે મૂક્યો છે. આર્થિક રીતે અત્યંત જરૂરતમંદ એક ફળ વિક્રેતાના ચાર વર્ષના અને જન્મજાત કર્ણબધીર બાળક પર કોક્લિયર ઈમ્પ્લાન્ટ શસ્ત્રક્રિયા સફળતાથી પાર પાડવામાં આવી.

મહાનગરપાલિકાની ઉપનગરીય હોસ્પિટલોમાં પ્રથમ આ પ્રકારની શસ્ત્રક્રિયા થઈ છે. ખાસ કરીને મોંઘી આ શસ્ત્રક્રિયા માટે જોઈતાં ઉપકરણો અને અન્ય તબીબી ખર્ચ સમાજસેવી દાતાઓ અને સંસ્થાઓને ઉપાડ્યો હતો. આટલું જ નહીં, આ શસ્ત્રક્રિયાનું લાઈવ પ્રસારણ 30 ડોક્ટરોએ જોયું.આ શસ્ત્રક્રિયા ઓછી ઉંમરના મૂકબધીર, કર્ણબધીર દર્દીઓ માટે વરદાન છે.

કોક્લિયર નાના સ્વરૂપનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે. તે ગોઠવવાથી નાના બાળકોમાં કર્ણબધિરતા દૂર કરવામાં મોટે પાયે મદદ થાયછે. આ પ્રકારની શસ્રક્રિયાનો ખર્ચ આશરે રૂ. 8-10 લાખ સુધી થઈ શકે છે અને તે માટે નિષ્ણાત તબીબી શલ્ય ચિકિત્સકો, નિષ્ણાતોની આવશ્યકતા હોય છે.આ હોસ્પિટલમાં કાર્યરત ડીએનબી શિક્ષક ડો. રાજેશ યાદવ અને તેમના સહયોગીઓએ તેનું મહત્ત્વ સમજીને આ હોસ્પિટલમાં આ શસ્ત્રક્રિયા શરૂ કરવા વિશેષ પ્રયાસ કર્યા.

દરમિયાન આર્થિક રીતે ગરીબ એક ખેડૂત કુટુંબના ફળ વિક્રેતાનું ચાર વર્ષનું બાળક જન્મજાત મૂકબધીર હોવાથી એક વર્ષ પૂર્વે ધ્યાનમાં આવ્યું. આ ઉપચાર માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ આર્થિક મુશ્કેલીઓ હોવાથી આખરે કાંદિવલીની મહાપાલિકાની હોસ્પિટલમાં બાળકને લાવવામાં આવ્યો હતો.આ શસ્ત્રક્રિયાનાં ઉપકરણો અને અન્ય ખર્ચ પરવડનારા નહીં હોવાથી હોસ્પિટલના માનસેવી નોબલ ફાઉન્ડેશનના ડો. ધોંડ, ડો. ભરત જોબનપુત્રા અને એઈડ્સ કોમ્બેટે મળીને આર્થિક પીઠબળ ઊભું કર્યું.

આ પછી 8 જુલાઈના રોજ શસ્ત્રક્રિયા કરાઈ.ડો. રાજેશ યાદવના પ્રયાસથી પ્રખ્યાત કાન- નાક- ગળાના નિષ્ણાત પદ્મશ્રી ડો. મિલિંદ કીર્તનેએ આ શસ્ત્રક્રિયા પાર પાડી. તેમને ડો. નરેન્દ્ર શર્મા, ડો. સંગમલાલ પાલ, ડો. મૃણ્મયીએ સહાય કરી. ડો. ધોંડ અને ડો. લલિત સેઠ પણ હાજર હતા. આ શસ્ત્રક્રિયાનું લાઈવ પ્રસારણ કરાયું, જેનો 30 ડોક્ટરોએ લાભ લીધો હતો. ભવિષ્યમાં આવા પ્રકારની શસ્ત્રક્રિયા કરવાની દ્રષ્ટિથી કુશળતા આત્મસાત કરી શકાય તે માટે આ પ્રસારણની વ્યવસ્થા કરાઈ હતી.

જખમી દર્દીઓને સેવા
બાળકની તબિયત હવે સ્થિર છે. માતા- પિતાને સંતોષ થયો છે. હોસ્પિટલની મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રતિમા પાટીલ અને મુખ્ય મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વિદ્યા ઠાકુરે જણાવ્યું કે ઉપનગરીય હોસ્પિટલમાં ડીએનબી અભ્યાસક્રમ શરૂ કરવા માટે વિવિધ નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક થવાથી અહીં ગૂંચભરી અને જોખમી દર્દીઓને મોટે પાયે સેવા આપવાનું શક્ય બન્યું છે. કોવિડકાળમાં કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલ અને પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશન ડો. સંજીવ કુમારની આગેવાનીમાં બનાવવામાં આવેલા ધોરણને લીધે આરોગ્યસેવા મજબૂત બનાવવા આ પરિવર્તન હકીકતમાં ફેરવાયાં છે.

સેવા નિયમિત કરવા પ્રયાસ
દરમિયાન જરૂરતમંદ કુટુંબના દર્દીઓ પર આ પ્રકારની શસ્ત્રક્રિયા નિયમિત રીતે કરવાની અને તે માટે નાક- કાન- ગળું શલ્ય ચિકિત્સક, વાચા ઉપચાર નિષ્ણાત અને સમુપદેશક (સ્પીચ થેરપિસ્ટ અને કાઉન્સેલર)ની સર્વસમાવેશક યંત્રણા નિર્માણ કરવાની દ્રષ્ટિથી પ્રશાસન પ્રયાસ કરશે. મહાપાલિકાની છ ઉપનગરીય હોસ્પિટલમાં ડીએનબી સેવા શરૂ કરાશે. તેમાં શ્રવણોપચાર નિષ્ણાત નિયુક્ત કરાયા છે. આમાં કાંદિવલી, રાજાવાડી, ભાભા કુર્લા અને બાંદરા, વીએન દેસાઈ, ગોવંડીની મહાપાલિકાની હોસ્પિટલોનો
સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...