બારમા ધોરણના ગણિતનું પેપર ફૂટવાના પ્રકરણનો સંબંધ મુંબઈના વિદ્યાર્થીઓ સાથે પણ હોવાનું જણાયું છે. મુંબઈના વિદ્યાર્થીઓના મોબાઈલમાં ગણિતના પ્રશ્નપેપરનો થોડો ભાગ મળી આવ્યો હતો. ડો. એન્થોની ડીસિલ્વા હાઈસ્કૂલમાં વિજ્ઞાન શાખાના પરીક્ષાર્થીના મોબાઈલમાં 10.17 વાગ્યે ગણિતનું પેપર મળ્યું હતું.
આ પ્રકરણે ત્રણ વિદ્યાર્થીઓ સહિત અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બારમા ધોરણના ગણિતનું પેપર ફૂટવાના પ્રકરણમાં મુંબઈ કનેક્શન પ્રકાશમાં આવ્યું હતું. બારમા ધોરણના ગણિતનું પેપર ફૂટવાનો સંબંધ મુંબઈના કેટલાક વિદ્યાર્થીઓ સાથે હોવાનું જણાયું છે. મુંબઈના વિદ્યાર્થીઓના મોબાઈલમાં ગણિતના પ્રશ્નપેપરનો થોડો ભાગ મળ્યો હતો. આ પ્રકરણે ત્રણ વિદ્યાર્થીઓ સહિત અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બુલઢાણાના પેપર ફૂટવાના પ્રકરણમાં પેપર ફૂટ્યું ન હોવાનો દાવો બોર્ડે કર્યો છે.
બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ગણિતના પ્રશ્નપેપરના બે પાન સિંદખેડ રાજા તાલુકાના એક પરીક્ષા કેન્દ્રમાંથી વાયરલ થયા હતા. આ વિષયનું પ્રશ્નપેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યાનું રાજ્યમાં ક્યાંય જણાયું નહોતું. તેથી બારમા ધોરણના ગણિતની પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે એમ રાજ્ય મંડળના સચિવ અનુરાધા ઓકે સ્પષ્ટ કર્યું હતું. જો કે મુંબઈના વિદ્યાર્થીઓના મોબાઈલમાં ગણિતના પેપરના કેટલાક પાના મળવાથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ : દરમિયાન આ પ્રકરણે શિવાજી પાર્ક પોલીસે ત્રણ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ સહિત એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણની ગંભીરતા ધ્યાનમાં લેતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બુલઢાણામાં પરીક્ષા શરૂ થયાના અડધા કલાકમાં જ પેપર ફૂટ્યાનું જણાયું હતું. ગણિતનું પ્રશ્નપેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન બુલઢાણામાં ગણિતનું પેપર ફૂટ્યું જ નથી એવું સ્પષ્ટીકરણ બોર્ડ તરફથી આપવામાં આવ્યું હતું. જો કે હવે આ પ્રકરણની તપાસમાં નવો વળાંક આવ્યો છે.
બોર્ડના દાવા પર પ્રશ્નાર્થ
બુલઢાણાના પેપર ફૂટવાના પ્રકરણમાં પેપર ફૂટ્યું ન હોવાનો દાવો બોર્ડે કર્યો છે. જો કે પેપર ફૂટ્યું ન હોવાના બોર્ડના દાવા પર હવે પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે. મુંબઈના વિદ્યાર્થીઓના મોબાઈલમાં ગણિતના પેપરનો થોડો ભાગ મળ્યાનું પોલીસ તપાસમાં જણાયું હતું. પરીક્ષા કેન્દ્રમાં આ વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોબાઈલની તપાસ કરતા એમાં ગણિતના પેપરના પાના મળી આવ્યા હતા. વિદ્યાર્થીઓને 10.17 વાગ્યે ગણિતના પ્રશ્નપેપરનો થોડો ભાગ મળ્યું તપાસમાં જણાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.