વાહન નંબરની માગ:મુખ્યમંત્રીની કારના નંબર માટે આરટીઓમાં પડાપડી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવી સીરિઝમાં 567 નંબર માટે 70 હજારની બોલી

મુખ્યમંત્રી એકનાથ શિંદેની પસંદગીનો કાર નંબર પોતાની કારનો પણ હોવો જોઈએ એ હેતુથી આ વાહન નંબરની માગ વધી છે. મુખ્યમંત્રી શિંદેનો પસંદગીનો નંબર 567 તેમની કાર પર અનેક વર્ષથી છે. મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા બાદ પણ તેઓ પોતાની ખાનગી કારમાં થાણે-મુંબઈ પ્રવાસ કરે છે. આ નંબર પોતાના વાહન પર પણ હોવો જોઈએ એવી ઘણાં નાગરિકોની ઈચ્છા હોવાનો અનુભવ જોવા મળ્યો હતો.

વાહનની નવી સીરિઝમાં 567 નંબર માટે લીલામ પદ્ધતિથી લેખિત અરજી મળી હતી. એમાં 30 હજાર રૂપિયાથી લઈને 70 હજાર રૂપિયા સુધી રકમની ઓફર હતી. સૌથી વધુ 70 હજાર રૂપિયા આપવાની તૈયારી દર્શાવનારને આ નંબર ફાળવવામાં આવ્યો છે.

સામાન્ય રીતે કેટલાક ખાસ નંબર માટે માગ વધારે હોય છે પણ મુખ્યમંત્રીની પસંદગીનો નંબર હોવાથી 567 નંબર માટે માગ વધી હોવાનો અનુભવ પરિવહન વિભાગના અધિકારીઓને થયો હતો. આ પહેલાં ક્યારેય 567 નંબર માટે માગ નહોતી એમ જણાવવામાં આવ્યું હતું.

તમિળનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની કારનો નંબર 2345 છે. તેથી ચેન્નઈ કે વિજયવાડામાં આ નંબર માટે વધારે માગ હોય છે એમ પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...