સુવિધા:એક ક્લિક પર હવે નાગરિકોને પોતાની ઈમારતની સંપૂર્ણ માહિતી મળી રહેશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહિતી ઓનલાઈન આપવાનું કામ મહાપાલિકા કરશે

મુંબઈગરાઓ ટૂંક સમયમાં એક જ ક્લિક પર પોતાની ઈમારત માટે મહાપાલિકાની વિવિધ પરવાનગીઓ, સેવા-સુવિધાની માહિતી મેળવી શકશે. એના માટે મુંબઈ મહાપાલિકા તરફથી નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ઈમારત ઓળખ ક્રમાંક અર્થાત માય બીએમસી આઈડી પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત અશ્વિની ભીડેએ આ સિસ્ટમનો શુભારંભ કર્યો હતો. ઈમારતોને આપેલી જુદી જુદી પરવાનગીઓ અને સુવિધાઓની ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમમાં એક જ મુખ્ય નંબર હેઠળ જોડવાનું કામ આ પ્રકલ્પમાં મહાપાલિકા તરફથી કરવામાં આવશે.

માય બીએમસી બિલ્ડિંગ આઈડી સિસ્ટમમાં તબક્કાવાર કુલ 12 વિભાગની માહિતી જોડવામાં આવશે. ઈમારત માટે મહાપાલિકાએ આપેલી વિવિધ પરવાનગીઓ, સેવાના જુદા જુદા સંદર્ભ ક્રમાંક આ સિસ્ટમ દ્વારા એક જ મુખ્ય નંબર હેઠળ જોડવામાં આવશે. આ સંદર્ભની પ્રશાસકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ ફક્ત ઓનલાઈન જોડાણ પૂરતી નથી પણ એના લીધે પ્રશાસનને મહેસૂલમાં વધારો, પારદર્શકતા અને પ્રશાસકીય કામમાં ઝડપ જેવા મહત્વના ફાયદા પણ મળશે.

મુંબઈગરાઓને જુદી જુદી પરવાનગીઓની લેટેસ્ટ અને ચોક્કસ માહિતી મળશે. તેથી તમામ સંબંધિત વિભાગોએ સમયબદ્ધ કાર્યક્રમ તૈયાર કરીને પોતાના સ્તરની માહિતી જોડવાનું કામ પૂરું કરવું એવો નિર્દેશ અતિરિક્ત મહાપાલિકા આયુક્ત અશ્વિની ભિડેએ આપ્યો છે. પહેલા તબક્કામાં દુકાન, આસ્થાપના, વેપાર-આરોગ્ય પરવાનગીઓ, ટેક્સ ઈનવોઈસ, પાણી જોડાણની ઓનલાઈન બાબતો એકસાથે થશે. મહાપાલિકાના ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેંટે કોઈ પણ કોન્ટ્રેક્ટર કે સલાહકારની નિમણુક કર્યા વિના, ઈંટરનલ સિસ્ટમની મદદથી અને ઉપલબ્ધ શેરહોલ્ડરોની મદદથી આ ઉપક્રમ અમલમાં મૂક્યો છે. ઉપરાંત મુંબઈગરાઓ માટે મહાપાલિકાની વેબસાઈટ સહિત માય બીએમસી મોબાઈલ એપ પરથી પણ ટૂંક સમયમાં આ સિસ્ટમ ઉપલબ્ધ થશે.

હવે આ સિસ્ટમના લીધે વિવિધ પરવાનગીઓ માટેની અરજી, રિન્યૂઅલ, બિલ ભરવા વગેરે કામ પણ શક્ય થશે. રિયલ ટાઈમ માહિતી ઉપલબ્દ થતા કામકાજમાં પારદર્શકતામાં હજી વધારો થશે.નવી સિસ્ટમથી મુંબઈગરાઓને ફાયદા : આ સિસ્ટમમાં મળનારી માહિતી ચોક્ક્સ, અપડેટેડ અને રિયલ ટાઈમ હશે. ઘર કે ઈમારત માલિક, ગૃહનિર્માણ સંસ્થા વ્યવસ્થાપનને આ માહિતીના લીધે ઈમારત સંદર્ભના કામકાજ કરવામાં સરળતા થશે. કમર્શિયલ કોમ્પ્લેક્સ, દુકાન, થિયેટર, રેસ્ટોરંટની નાગરી સેવા-સુવિધાનો લાભ લેતા આવી ઈમારત કે દુકાનની સુરક્ષા અને કાયદેસર પરવાનગીઓ બાબતની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ થશે.

વેપારીઓ અને દુકાનદારોને તેમની મંજૂર પરવાનગીઓ એટલે કે લાયસંસ દેખાડીને વેપારધંધો વધારવાની તક ઉપલબ્ધ થશે. નાગરિકો કે વેપારીઓ તેમની જગ્યાના વપરાશ બાબતે જરૂરી પરવાનગીઓ મેળવવા પ્રોત્સાહિત થશે. ઘર કે દુકાન ખરીદીનો વ્યવહાર કરતા બાંધકામની અધિકૃતતા બાબતે માહિતી સહેલાઈથી ઉપલબ્ધ થશે. વિવિધ ખાતાઓની માહિતી એક સાથે મળવાથી કોઈ પરવાનગી લેતા કે આપતા બીજા ખાતાઓનો અભિપ્રાય મેળવવાના પ્રશાસકીય કામમાં લાગતો સમય બચશે. એટલે કામકાજ ઝડપી થશે.

દરેક ઈમારતને 15 આંકડાનો નંબર
મહાપાલિકાએ મુંબઈની દરેક ઈમારતને સ્વતંત્ર ઓળખ ક્રમાંક આપવાની કાર્યવાહી થોડા વર્ષ પહેલાં શરૂ કરી છે. મુંબઈમાં લગભગ 2 લાખ 33 હજાર માલમતા કરપાત્ર ઈમારત છે. કર વસૂલ કરવાની દષ્ટિએ એમાંની દરેક ઈમારતને 15 આંકડાનો નંબર આપવામાં આવ્યો છે. આ પ્રકલ્પ ચલાવતા જે પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા સંદર્ભ નંબર આપ્યો છે એ જ પ્રમાણે દરેક ઈમારતને મળતી બીજી પરવાનગીઓ અને સેવા-સુવિધાનો સંદર્ભ ક્રમાંક પણ એકબીજા સાથે જોડવું શક્ય છે એમ પ્રશાસનના ધ્યાનમાં આવ્યું હતું. એટલે દરેક ઈમારતને એક જ મુખ્ય નંબર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...