મુંબઈ આર સાઉથ વિસ્તારમાં વહેતી પોઈસર નદીને કાંઠે સુરક્ષા દીવાલ બાંધવા માટે પ્રથમ તબક્કાની અગ્રતા અનુસાર બહુ જરૂરી વિસ્તારનાં 29 બાંધકામ હટાવવાનું કામ થોડા દિવસ પૂર્વે પૂરું કરાયું હતું. આ ઠેકાણે સુરક્ષા દીવાલ બાંધવાનું કામ યુદ્ધના ધોરણે હાથમાં લઈને મહાપાલિકાએ ફક્ત પંદર દિવસમાં તે પૂરું કર્યું છે. આને કારણે આ વખતે ચોમાસામાં કાંદિવલીના ડહાણુકરવાડી વિસ્તારના નાગરિકોને દિલાસો મળી શકશે, એવી પ્રશાસને ખાતરી આપી છે.
કાંદિવલી (પશ્ચિમ) ખાતે ડહાણુકરવાડી ક્ષેત્રમાંથી વહેતી પોઈસર નદીનું ઉગમ રાજીવ ગાંધી રાષ્ટ્રીય અભયારણ્ય ક્ષેત્રની પર્વતમાળામાંથી થઈને નદી મલાડ (પૂર્વ) સ્થિતિ ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીથી નગરમાં પ્રવેશ કરે છે. અનેક વોર્ડમાંથી વહેતો આ નદીનો પ્રવાહ કાંદિવલી (પશ્ચિમ)માં ડહાણુકરવાડીમાં વસેલી બેટ વસતિને લીધે બે પ્રવાહમાં વહેંચાઈ જાય છે. આગળ બંને પ્રવાહ એકત્ર આવીને મલાડ (પશ્ચિમ)મં માર્વે ખાડીને જઈને મળે છે.
ડહાણુકરવાડી વસતિને લીધે વિભાજિત થતા બે પ્રવાહમાંથી બીજો પ્રવાહ નદી આસપાસ વસેલાં ઝૂંપડાંના અતિક્રમણને લીધે બહુ સાંકડો થતો હતો અને તે ઠેકાણે બાંધવામાં આવેલા પુલને લીધે વરસાદના નૈસર્ગિક પ્રવાહમાં અવરોધ પેદા થતો હતો. આને કારણે જોરદાર વરસાદ આવે ત્યારે પૂરનાં પાણી ઘૂસીને ડહાણુકરવાડી વિસ્તારના રહેવાસીઓને વિકટ પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરવો પડ્યો હતો.સ્થાનિક રહેવાસીઓ છેલ્લાં કેટલાંય વર્ષથી ચોમાસામાં આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એવી ફરિયાદ કરતા હોવાથી બધા જ રાજકીય પક્ષો તેનો ઉકેલ લાવવા માટે મહાપાલિકા પ્રશાસનને વારંવાર વિનંતી કરતા હતા. પ્રશાસને પણ સમયાંતરે પ્રયાસ કર્યા, વિવિધ ઉપાયયોજના હાથમાં લીધા.
જોકે આ ઠેકાણે વસેલાં ઝૂંપડાંઓની વિવિધ માગણીઓને લીધે વૈકલ્પિક રીતે તેમાંથી ઊભી થતી ટેક્નિકલ અને પ્રશાસકીય મુશ્કેલીઓને લીધે આર સાઉથ વોર્ડના બીજા પ્રવાહ આસપાસનાં ઝૂંપડાં હટાવવાનું શક્ય બનતું નહોતું. આને કારણે મહાપાલિકા પણ આ ઠેકાણે નદીને નિયોજિત રીતે પહોળી કરી શકતા નહોતી.
આ સંબંધે વારંવાર ફરિયાદની નોંધ લઈને પ્રકલ્પના એડિશનલ કમિશનર પી. વેલરાસૂની અધ્યક્ષતામાં 9 મેના રોજ સર્વ સંબંધિતો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે વેલરાસૂએ આ બાબતમાં વિશેષ ધ્યાન આપીને ઉકેલ લાવવા માટે પાયાભૂત સુવિધાના ડેપ્યટી કમિશનર ઉલ્હાસ મહાલેને નિર્દેશ આપ્યા હતા.
વેલરાસૂના નિર્દેશ અનુસાર પ્રશાસને કાર્યવાહી શરૂ કરી. સૌપ્રથમ નદીના પર્જન્ય જળ પ્રવાહમાં અવરોધ પેદા કરતાં કમસેકમ 29 ઝૂંપડાં વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે યુદ્ધને ધોરણે હટાવવા 10 મેના નિર્દેશ આપ્યા. આ મુડબ ઝોન 7નાં ડેપ્યુટી કમિશનર ભાગ્યશ્રી કાપસે અને આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરના માર્ગદર્શનમાં 20 મેના રોજ ઝૂંપડાં હટાવવામાં આવ્યાં હતાં. સ્થાનિકોએ પણ તેમાં સહયોગ આપ્યો હતો.
આ રીતે કામ પૂરું કરાયું
આ ઝૂંપડાં હટાવ્યાં પછી વેલરાસૂએ 24 મેના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ચોમાસુ શરૂ થવા પૂર્વે પ્રવાહનો અવરોધ હટાવવા સુરક્ષા દીવાલનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવાના નિર્દેશ આપ્યા. આ મુજબ હટાવાયેલાં ઝૂંપડાંનો કાટમાળ હટાવવાનું અને આ ઠેકાણે વસેલાં બાકી ઝૂંપડાંઓને જોરદાર વરસાદથી ફટકો નહીં પડે તે માટે સુરક્ષા દીવાલ બાંધવાનું કામ તુરંત શરૂ કરવામાં આવ્યું. ચોમાસુ નજીક હોવા છતાં સર્વ મુશ્કેલીઓ પાર કરીને મહાપાલિકાએ ફક્ત 15 દિવસમાં યુદ્ધને ધોરણે દીવાલનું કામ શનિવારે પૂરું કર્યું.
નદીના પ્રવાહનો અવરોધ દૂર
સુરક્ષા દીવાલનું કામ પૂરું થવાથી નદીના પ્રવાહમાં આવતો અવરોધ દૂર થયો છે. આને કારણે ડહાણુકરવાડી શ્રેત્રના રહેવાસીઓને આ વખતે ચોમાસામાં નિશ્ચિત જ મોટો દિલાસો થશે. જોરદાર વરસાદને લીધે આ વિસ્તારમાં ઉદભવનારી સંભવિત પૂરસ્થિતિનો સંપૂર્ણ ઉકેલ લાવવા માટે બીજા પ્રવાહને પહોળો કરવાનું અત્યંત જરૂરી હોઈ ચોમાસા પછી આ કામને વધુ ગતિ આપવામાં આવશે, એમ વેલરાસૂએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.