ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટકના પત્ની અને ચિત્રલેખાના સહસંસ્થાપક મધુરીબહેન કોટકનું મુંબઈમાં 92 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના અંતિમસંસ્કાર વિલેપાર્લે પશ્ચિમના સ્મશાનગૃહમાં શુક્રવારે સવારના કરવામાં આવ્યા હતા. એ સમયે પત્રકારો, ચિત્રલેખાના કર્મચારીઓ સહિત રાગીણીબહેન, દિપક ઘીવાલા, આસિત મોદી જેવી હસ્તિઓ પણ ઉપસ્થિત હતી. મધુરીબહેનના કુટુંબમાં બે પુત્ર બિપીનભાઈ, મૌલિકભાઈ અને એક પુત્રી રોનકબહેન સહિત પૌત્રો-દોહિત્રીનો પરિવાર છે. 1930માં જન્મેલા મધુબહેનના વજુભાઈ કોટક સાથે 1949માં સૌ પ્રથમ વેવિશાળ અને પછી લગ્ન થયા.
1950માં ચિત્રલેખા શરૂ થયું એ પહેલાં એમના લગ્ન થયા હતા. એ જમાનામાં ચિત્રલેખા શરૂ થયું નહોતું અને વજુભાઈ ચિત્રપટ સપ્તાહિકના તંત્રી હતા ત્યારે એ મેગેઝીનમાં લગ્નની કંકોત્રી છાપી હતી.વજુભાઈનુ ૧૯૫૯મા અવસાન થયું હતું. વજુભાઈને એમના મૃત્યુ પહેલા આપેલા વચન મુજબ મધુરીબહેને પોતાના ત્રણેય સંતાનો અને ચિત્રલેખા, બીજ તથા જી...આ ત્રણેય મેગેઝીનને પણ બાળકની જેમ સંભાળ લઈને મોટા કર્યા હતા. વજુભાઈનું મૃત્યુ થયું ત્યારે મધુરીબેન ઉંમર ફક્ત 30 વર્ષ હતી.
વજુભાઈના અવસાન પછી 64 વર્ષ સુધી એમણે ચિત્રલેખાના પ્રકાશનો અને પરિવારની દેખભાળ કરી. મધુરીબહેન ઉમદા ફોટોગ્રાફર પણ હતા. 1955થી લગભગ 1980 સુધી નાની મોટી ઘટના તેમ જ ફિલ્મ ઉદ્યોગની કઈ કેટલીય ફિલ્મના સેટ પર જઈને, તેમજ હિરોઈનોના અદ્ભૂત ફોટોગ્રાફસ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.