કાર્યવાહી:દાઉદ ઈબ્રાહિમને પૈસા મોકલનાર છોટા શકીલના સાળાની ધરપકડ

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NIA કોર્ટમાં હાજર કરાતાં સલીમ ફ્રૂટને 17 ઓગસ્ટ સુધી રિમાંડ

દાઉદ ઈબ્રાહિમના નજીકના ગણાતા છોટા શકીલના સાળા મહંમદ સલીમ મહંમદ ઈકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટની એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા ગુરુવારે ધરપકડ કરીને શુક્રવારે કોર્ટમાં હાજર કરાતાં 17 ઓગસ્ટ સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સલીમ પર બિલ્ડરો પાસેથી જબરદસ્તી ફ્લેટ પડાવીને તે વેચી મારીને પૈસા દાઉદને મોકલવાનો આરોપ છે.

ઉપરાંત ઘણા ગંભીર આરોપ તેની પર છે.સલીમ વિરુદ્ધ એનઆઈએ પાસે પાંચ બિલ્ડરોએ ફરિયાદ નોંધાવી છે. સલીમના બેન્ક ખાતાંનું એનઆઈએ ફોરેન્સિક ઓડિટ કરશે. તેના ઘરમાં અનેક લોકોની માલમતાના દસ્તાવેજો મળ્યા છે. આ સાથે તેના ઘરે લાખ્ખો રૂપિયાની વિદેશી તસ્કરીની સિગારેટો પણ મળી આવી છે. તેની સાથે સંબંધિત લગભગ 10000 પાનાંના દસ્તાવેજો કબજામાં લેવાયા છે. તેમાં ટેરા બાઈટ ડેટાનો સમાવેશ થાય છે. આ વિશે સલીમની પૂછપરછ કરાશે. આથી કસ્ટડી મળે એવી માગણી એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી.

સલીમની બીજી યંત્રણા દ્વારા પૂછપરછ
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઈડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકની ધરપકડ કરી હતી. દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ દરમિયાન ઈડીએ સલીમ ફ્રૂટની અનેક વખત પૂછપરછ કરી હતી. ઈડીને આપેલા જવાબમાં સલીમ ફ્રૂટે પોતે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરની નજીકનો સાગરીત હોવાનું જણાવ્યું હતું. અનેક વિવાદસ્પદ ભૂખંડના વ્યવહારમાં મધ્યસ્થી કરીને રૂપિયા પડાવવાનો વ્યવહાર હસીના પારકર દ્વારા થાય છે એવો દાવો કરવામાં આવે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિક પર પણ હસીના પારકરના ડ્રાઈવર સાથે સાઠગાંઠ કરીને કુર્લાનો ભૂખંડ હડપ કર્યાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...