કામગીરી:કરોડોના ક્રિપ્ટો કૌભાંડમાં માજી IPS અધિકારી સામે ચાર્જશીટ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે એક અન્ય આરોપીમાં સાઈબર નિષ્ણાતનો પણ સમાવેશ થાય છે

કરોડો રૂપિયાના ક્રિપ્ટોકરન્સી ગોટાળામાં પુણે પોલીસે માજી આઈપીએસ અધિકારી રવીંદ્ર પાટીલ અને સાઈબર નિષ્ણાત પંકજ ઘોડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ વર્ષે માર્ચમાં પોલીસે આ બંને અધિકારીઓની ધરપકડ કરી હતી.ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી કેસને અંજામ આપવા માટે મદદરૂપ થવા પોલીસ દ્વારા પાટીલ અને ઘોડેને ટીમમાં લેવામાં આવ્યા હતા. જોકે આ બંનેએ ચાલાકીથી ડિજિટલ વોલેટ્સમાંથી કરોડો રૂપિયા પોતાનાં ખાતાંમાં ફેરવી દીધા હતા. આ પ્રકરણ બહાર આવતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

શિવાજીનગર સાઈબર પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુશ ચિંતામણે જણાવ્યું કે પાટીલ અને ઘોડે વિરુદ્ધ અને સોમવારે કોર્ટમાં 4400 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. 2018માં ક્રિપ્ટોકરન્સીના બે ઉપરાછાપરી કેસ આવ્યા હતા. ડિજિટલ કરન્સી ટેક્નિકલ મુદ્દો હોવાથી પોલીસ ટીમને તપાસને અંજામ સુધી પહોંચાડવાનું મુશ્કેલ લાગતું હતું.આથી આઈપીએસ તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા પાટીલ અને ઘોડેને પુણે પોલીસે આ તપાસમાં રોક્યા હતા. પાટીલે તપાસ દરમિયાન અમુક ક્રિપ્ટોકરન્સી પોતાના ખાતાં ફેરવી દીધી હતી અને ઘોડેએ આંકડાઓમાં ચેડાં કરીને પોલીસને અકાઉન્ટ્સના સ્ક્રીનશોટ્સ પૂરા પાડ્યા હતા.

જોકે તપાસ દરમિયાન બંનેને ચોરી પકડાઈ ગઈ હતી.બંનેએ પોલીસ દ્વારા ટેક્નિકલ વિશ્લેષણ માટે તેમને પૂરા પાડવામાં આવેલા ડેટાનો પોતાના લાભ માટે ઉપયોગ કર્યો હતો. ઘોડેએ ક્રિપ્ટો વોલેટ્સમાં એકદમ ઓછી રકમ બતાવતા સ્ક્રીનશોટ્સમાં ચેડાં કર્યાં હતાં અને પોલીસને તે સુપરત કર્યા હતા. જોકે આખરે ચોરી પકડાતાં બંને સળિયા પાછળ ધકેલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...