પીએનબી બેન્ક ગોટાળો અને મની લોન્ડરિંગ પ્રકરણે ફરાર આરોપી મેહુલ ચોકસી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમાં મેહુલની પત્ની પ્રીતિ અને અન્યોને આરોપી બતાવવામાં આવ્યાં છે.
ચાર્જશીટ અનુસાર કરોડો રૂપિયાના આ ગોટાળામાં મેહુલની પત્ની પ્રીતિ આ ગોટાળાની રકમની મુખ્ય લાભાર્થી છે. પ્રીતિ 2017થી પતિ સાથે એન્ટિગુપુઆમાં છુપાઈ બેઠેલી છે એવું પણ ઈડીએ જણાવ્યું છે.મેહુલ, પ્રીતિ, તેમની કંપનીઓ સાથે છ જણ વિરુદ્ધ મુંબઈની વિશેષ સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલી આ ચાર્જશીટ વાસ્તવમાં બીજી પુરવણી ચાર્જશીટ છે. રૂ. 13,500 કરોડથી વધુના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ગોટાળામાં સીબીઆઈ અને ઈડીને ચોપડે ચોકસી વોન્ટેડ હતો.
આ પછી ગયા વર્ષે 25મી મેએ ડોમિનિકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ચોકસીના વકીલોએ દાખલ કરેલી હેબિત કોર્પસ અરજીની સુનાવણી પછી ડોમિનિકામાં કોર્ટે તેમની તડીપારી પર પ્રતિબંધ મૂક્યો હતો. ફરાર આરોપી ચોકસી 4 જાન્યુઆરી, 2018થી એન્ટિગુઆમાં હેતો હોઈ સીબીઆઈ અને ઈડી તેને ભારતમાં લાવવા પ્રયાસ કરી રહી છે. ફરાર હીરાના વેપારી નીરવ મોદી ચોકસીનો ભત્રીજો છે. પીએનબી બેન્ક ગોટાળામાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. નીરવ હાલ લંડનમાં છે.
રૂ. 1217 કરોડની માલમતા જપ્ત
ઈડીએ મેહુલની માલમતા પર આ પૂર્વે જ ટાંચ મારી છે. મેહુલની રૂ. 1217 કરોડની માલમતા જપ્ત કરાઈ છે. તેમાં મુંબઈની 41 માલમતાનો સમાવેશ થાય છે. આમાંથી 15 આલીશાન ફ્લેટ અને 17 ઓફિસનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.