મહાવિતરણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે એવા આપના દાવા ખોટા છે. આવું કોઈ પગલું ભરાયું નથી, એમ વીજ ક્ષેત્રનાં સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. આપ દ્વારા આરોપ કરાઈ રહ્યો છે તેમ મહાવિતરણનું ખાનગીકરણ કરવામાં આવતું નથી. ખાનગી કંપની (એઈએનએમ) દ્વારા સમાંતર લાઈસન્સ માટે અરજી કરવામાં આવી છે,
જેમાં કંપની ગ્રાહકોને સેવા આપવા માટે પોતાનું નેટવર્ક સ્થાપિત કરશે. આ પછી રાજ્યમાં ઊર્જા ખાતું પણ સંભાળતા ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉલ્લેખ કર્યા મુજબ ટેલિકોમ ઉદ્યોગની જેમ જ ગ્રાહકોને વીજ પુરવઠાદાર પસંદગી કરવાની તક મળશે, એમ આ સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈના વીજ ગ્રાહકો ઉચ્ચ ટેરિફ ચૂકવી રહ્યા છે એ વાત પાયાવિહોણી છે. જો ટેરિફ ઉચ્ચ હોય તો ગ્રાહકો આવા વિતરણ લાઈસન્સધારકની પસંદ નહીં કરશે અને સ્પર્ધાત્મક ટેરિફ આપનાર કંપનીને વળગી રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
એમએસઈડીસીએલને કોઈ આર્થિક નુકસાન થવાનું નથી કે નોકરીમાં કાપ પણ નહીં મુકાશે. આપના આરોપ રાજકીય પ્રેરિત છે. એમએસઈડીસીએલ ક્ષેત્રમાં તેની કામગીરી ચાલુ રાખશે અને મોટે ભાગે આ વિસ્તારમાં આગામી ભાર માગણી માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. આથી એમએસઈડીસીએલને આર્થિક નુકસાન કે નોકરીમાં કાપ મૂકવાની પણ આવશ્યકતા નહીં રહેશે,
એમ આ સૂત્રોએ જણાવ્યું હતું. આ રાજકીય પ્રેરિત આરોપ છે. વિસ્તારમાં વીજ પુરવઠા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જ્યાં ખાનગી કંપનીએ સમાંતર લાઈસન્સ માટે અરજી કરી છે) તેની વૃદ્ધિને અનુરૂપ વિકસિત નથી, જેથી ઘણા બધા ગ્રાહકો અને ગ્રાહકોના સમૂહો ખાનગી ખેલાડીને દાખલ કરવાની માગણી કરી રહ્યા છે. ટ્રેડ યુનિયનો અને રાજકીય પક્ષો ખાનગી ખેલાડીઓના પ્રવેશનો વિરોધ કરે છે, કારણ કે તેમનાં સ્થાપિત હિતો છે. વાસ્તવમાં ખાનગી ખેલાડીઓના પ્રવેશથી સ્પર્ધા વધીને આખરે ગ્રાહકોને જ ફાયદો થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.