કાંજુરમાર્ગ ખાતે પ્રસ્તાવિત મેટ્રો કારશેડની જમીનની માલિકી અમારી જ હોવાનો દાવો કેન્દ્ર સરકારના સોલ્ટ અને આર્મી ડિપાર્ટમેંટે હાઈ કોર્ટમાં દાખલ કરેલ એફિડેવિટ દ્વારા કરવામાં આવ્યો છે. કાંજુર ગામની લગભગ 6 હજાર એકર જમીન પર ડેવલપમેંટ કરવાનો હક પોતાની પાસે હોવાનો દાવો કરતા આદર્શ વોટર પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ કંપનીએ કર્યો છે. તેમ જ મુંબઈ હાઈ કોર્ટ પાસેથી આ બાબતે સહમતીનો આદેશ પણ મેળવ્યો છે. એમાં નિયોજિત કારશેડની જમીનનો સમાવેશ છે.
તેથી આ બાબતે રાજ્ય સરકારે માર્ચ મહિનામાં મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગતા આદર્શ કંપની કોર્ટને ગેરમાર્ગે દોરીને આ આદેશ મેળવ્યો હોવાનું કેન્દ્ર સરકારે પોતાના એફિડેવિટમાં જણાવ્યું છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના બીજા કોઈ પણ વિભાગનો આ જમીન પર અધિકાર નથી. માર્ચમાં રાજ્ય સરકારે કોર્ટમાં દાખલ કરેલ અરજી પછી આ માલિકી હક પ્રકરણની જાણ થઈ એવો દાવો કંપનીએ પોતાના એફિડેવિટમાં કરેયો છે. એની નોંધ લેતા કોર્ટે આગામી સુનાવણી 13 જૂનના લેવાનું નક્કી કર્યુ છે.
આરે કોલોનીમાં પ્રસ્તાવિત કારશેડ કાંજુરમાર્ગમાં ખસેડવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધા પછી કાંજુરમાર્ગની લગભગ 102 એકર જમીન મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીએ 1 ઓકટોબર 2020ના આદેશથી એમએમઆરડીએને હસ્તાંતરિત કરી. હવે એ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરતા જિલ્લાધિકારીનો હસ્તાંતરણનો આદેશ ગેરકાયદે હોવાનો દાવો કેન્દ્રના સોલ્ટ કમિશનરે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને કર્યો છે. એની નોંધ લેતા મુખ્ય જજની ખંડપીઠે 16 ડિસેમ્બર 2020ના કાંજુરના મેટ્રો કારશેડના કામ પર આપેલ સ્ટે હજી પણ યથાવત છે.
આદર્શ કંપનીનો દાવો શું છે? -
કાંજુરની જમીન પર જુદા જુદા ભૂખંડ પહેલાં ભાડેથી આપવામાં આવતા હતા. આવા ભાડૂતોમાંથી અબ્દુલ રશીદ રહેમાન યુસુફ સાથે 16 ઓગસ્ટ 2005ના થયેલા એગ્રીમેન્ટ અનુસાર 6 હજાર 375 એકર જમીન પર ડેવલપમેંટના હક પોતાને મળ્યા હોવાનો દાવો આદર્શ કંપનીએ કર્યો હતો. આ એગ્રીમેન્ટની અમલબજાવણી થવા માટે આદર્સ કંપનીએ યુસુફ વિરુદ્ધ 2006માં મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. આખરે સહમતીથી આ વિવાદ ઉકેલીને સંમતિનો એગ્રીમેન્ટ કોર્ટમાં રજૂ કર્યો. એ નોંધ પર લેતા જજ બી.પી.કુલાબાવાલાએ 2 નવેમ્બર 2020ના આદેશ કાઢીને આ કેસનો નિકાલ કર્યો હતો. આ પ્રકરણમાં પ્રતિવાદી ન હોવાથી રાજ્ય સરકારને કંઈ ખબર નહોતી. એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મુંબઈ મહાપાલિકાની માલિકીની જમીન સાથે અનેક ભાડૂતોની જમીનનો પણ સમાવેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.