મુંબઈને શુદ્ધ પાણીનો પુરવઠો કરવા માટે ભાંડુપ ખાતેના જળપ્રક્રિયા કેન્દ્ર પર અને તુલસી તળાવ ખાતેના જળપ્રક્રિયા કેન્દ્ર પર દેખરેખ રાખવા સીસી ટીવી સિસ્ટમ લગાડવામાં આવશે. મહાપાલિકા એના માટે લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ભાંડુપ કોમ્પ્લેક્સ ખાતે નવા જળપ્રક્રિયા કેન્દ્રમાંથી મુંબઈને દરરોજ 900 મિલિયન લીટર પાણીનો પુરવઠો કરવામાં આવે છે.
આ જળપ્રક્રિયા કેન્દ્ર નેશનલ પાર્કના પરિસરમાં છે. અવિરત પાણી પુરવઠાની દષ્ટિએ આ ઠેકાણું ઘણું મહત્વનું અને સંવેદનશીલ છે. અહીં ઉદંચન કેન્દ્ર, વિદ્યુત ઉપકેન્દ્ર, પૂર્વ પ્રક્રિયા કેન્દ્ર, કાદવ સ્વચ્છતા કેન્દ્ર જેવા વિવિધ વિભાગ છે. તેથી જળપ્રક્રિયા કેન્દ્રની સુરક્ષા ઘણી મહત્વની છે. આ કેન્દ્રનું તાજેતરમાં મુલુંડ ખાતેના પોલીસે મહાપાલિકાની સુરક્ષા યંત્રણા સાથે જઈને નિરીક્ષણ કર્યું હતું. એ સમયે આ પરિસરમાં સીસી ટીવી લગાડવા જરૂરી હોવાનો મત પોલીસે વ્યક્ત કર્યો હતો. તેમ જ ભાંડુપ જળપ્રક્રિયા કેન્દ્રથી 4.5 કિલોમીટર અંતરે તુલસી જળપ્રક્રિયા કેન્દ્ર છે. ત્યાં સંદેશાની આપ-લે ફોન અને વાયરલેસ સિસ્ટમ દ્વારા થાય છે.
તેથી આ પરિસરમાં પણ ઈલેકટ્રોનીક પેટ્રોલિંગ સિસ્ટમ લગાડવામાં આવશે. તેથી તુલસી જળાશય અને તુલસી જળપ્રક્રિયા કેન્દ્રની હિલચાલ ભાંડુપ જળપ્રક્રિયા કેન્દ્રના સર્વર રૂમમાં દિવસરાત દેખાશે. કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ અને મુંબઈ પોલીસે આપેલા સુરક્ષા બાબતના અહેવાલ અનુસાર આ યંત્રણા ઊભી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.