ભાસ્કર વિશેષ:મુંબઈમાં કાર્બનરહિત વીજ પુરવઠો 38%વધશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના વીજ ગ્રાહકો માટે 225 મેગાવેટ હાઈબ્રિડ પાવર પ્રોજેક્ટનો આરંભ

મુંબઈના ટાટા પાવરના વીજ ગ્રાહકોના કાર્બનરહિત વીજ પુરવઠામાં 38 ટકાનો વધારો થશે. ફરજિયાત નવીનીકરણક્ષમ ખરીદી જવાબદારી (આરપીઓ)ના તે લગભગ બેગણું વધુ છે. હાલમાં વાર્ષિક લગભગ 5200 એમયુનો પુરવઠો કરવામાં આવે છે, જેમાંથી વાર્ષિક કાર્બનરહિત પુરવઠો આશરે 2000 એમયુ સુધી પહોંચી જશે.

ટાટા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા રાજસ્થાનમાં 225 મેગાવેટ હાઈબ્રિડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાંથી નિર્મિતી થનારી વીજ ટાટા પાવર, મુંબઈ વિતરણને પુરવઠો કરવામાં આવશે. કંપની તેની આરપીઓ પરિપૂર્ણ કરવા વીજ ખરીદી કરાર (પીપીએ) હેઠળ આ પુરવઠો કરશે, જે 25 વર્ષના સમયગાળા માટે લાગુ રહેશે.

નૂરસારમાં 225 મેગાવેટ સૌર પ્રકલ્પ હાલમાં શરૂ કરાઈ અને વાર્ષિક 700 એમયુ ઊર્જા નિર્મિતીની અપેક્ષા છે તે 96 મેગાવેટની મોજૂદ પવન મિલોનો સમાવેશ ધરાવતા ટાટા પાવર દ્વારા વિકસિત આ સૌપ્રથમ હાઈબ્રિડ પ્રોજેક્ટ છે. એકમ વાર્ષિક આશરે 700 મિલિયન કિગ્રા કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન રોકશે. સૌર અને પવન પ્રકલ્પો એકલ પવન અથવા સૌર ક્ષમતાની તુલનામાં ઉચ્ચ ક્ષમતાના ઉપયોગિતા પરિબળનો અજોડ લાભ આપે છે.

આ પ્રકલ્પ ટીપીજીઈએલને અપાયો છે, જ્યારે પ્રકલ્પનો સૌર ભાગ ટાટા પાવર સોલાર સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા અમલ કરાશે. પ્રોજેક્ટ રાજસ્થાનના નૂરસાર ખાતે 1200 એકર જમીનમાં નિર્ધારિત સમયમાં શરૂ કરાયો છે. પ્રોજેક્ટમાં 5,79,488 મોડ્યુલ્સ અને કંપનીની મોજૂદ પવન અસ્કયામતોમાંથી વિવિધ રેટિંગ્સના 103 વ્યક્તિગત પવન ઊર્જા જનરેટરો ઉપયોગ કરાયા છે. રાજસ્થાનની જમીન પર રેતીને લીધે પેદા થતા પડકારજનક માર્ગો, 50 ડિ.સે.નું કઠોર તાપમાન અને અસાધારણ વરસાદ જેવા વિવિધ પડકારો છતાં નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટની ડિલિવરી કરવામાં આવી છે.

સ્વચ્છ અને હરિત ઊર્જાનું લક્ષ્ય
આ પ્રોજેક્ટના અમલ વિશે ટાટા પાવરના સીઈઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે મુંબઈ માટે રાજસ્થાનમાં 225 મેગાવેટનો પ્રથમ હાઈબ્રિડ પ્રોજેક્ટ શરૂ કરવાની અમને ખુશી છે. પ્રોજેક્ટ અમારા મુંબઈના ડિસ્કોમ અને તેમના ગ્રાહકોને વીજ પુરવઠો કરશે અને તે સાથે તેની કાર્બનરહિત કટિબદ્ધતાને વધુ બહેતર બનાવશે.

તેને કારણે દેશનાં સ્વચ્છ અને હરિત ઊર્જાનાં લક્ષ્યોને પહોંચી વળવા કાર્બનરહિત ઊર્જાનો ઉપયોગ કરવાની અમારી કટિબદ્ધતા પણ પૂરી થઈ છે. આ હાઈબ્રિડ પ્રોજેક્ટના અમલ સાથે તેની કુલ નવીનીકરણ ક્ષમતા 3859 મેગાવેટ ઈન્સ્ટોલ્ડ ક્ષમતા અને અમલના વિવિધ તબક્કા હેઠળની 1665 મેગાવેટ સાથે 5524 મેગાવેટ પર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...