નિર્ણય:પદભરતીની સ્પર્ધા પરીક્ષાઓ કંપનીઓ દ્વારા લેવાનો કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​પ્રકલ્પોના ભૂસંપાદન માટે 26 હજાર કરોડનું કરજ લેવાશે

છેલ્લા થોડા સમયમાં અનેક ભરતી ગોટાળાઓ બહાર આવતાં હવે પછી પરભરતીની સ્પર્ધા પરીક્ષાઓ ટીસીએસ- આઈઓએન, આઈબીપીએસ જેવી કંપનીઓ દ્વારા લેવાનો અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં ગુરુવારે લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના વિવિધ પ્રકલ્પો વહેલી તકે પૂરા થાય તે માટે માર્ગ કરી આપવા ભૂસંપાદન માટે રૂ. 35 હજાર 620 કરોડનું કરજ લેવાનો પણ નિર્ણય લેવાયો હતો. રાજ્યના સ્વાતંત્ર્ય સૈનિકોનું નિવૃત્તિ વેતન બેગણું વધારવામાં આવ્યું છે, જેથી તેમને હવે માસિક રૂ. 20 હજારનું નિવૃત્તિ વેતન મળશે. આ નિર્ણયથી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, મરાઠવાડા મુક્તિ સંગ્રામ અને ગોવા મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સૈનિકોને લાભ થશે.

કોવિડની લીધે વિપરીત અસરને કારણે મુંબઈમાં મૂડીમૂલ્ય આધારિત માલમતાનો દર નહીં બદલવાનો પણ નિર્ણય લેવાયો હતો. નાગપુરમાં મહારાષ્ટ્ર રાષ્ટ્રીય વિધિ વિદ્યાપીઠમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે રૂ. 2585નું ભંડોળ આપવાનો નિર્ણય લેવાયો છે. બિનસરકારી અનુદાનિક કળા સંસ્થાઓમાં શિક્ષકો અને શિક્ષકેત્તર કર્મચારીઓને વિવિધ સેવા સંબંધી લાભો મળશે.

શિક્ષકોના આંદોલનને સફળતા : દરમિયાન રાજ્યમાં બિનઅનુદાનિત શાળાના શિક્ષકોએ મુંબઈના આઝાદ મેદાનમાં કરેલા આંદોલનને સફળતા મળી છે. કેબિનેટની બેઠકમાં શિક્ષકોની બધી માગણીઓ માન્ય કરવામાં આવી છે. તેમને માટે રૂ. 1160 કરોડનું પેકેજ જાહેર કરાયું છે, એવી માહિતી શિક્ષણ મંત્રી દીપક કેસરકરે આપી હતી. 40 ટકા પરથી 60 ટકા પર પાત્ર ઠરેલા શિક્ષકોનો જીઆર ટૂંક સમયમાં બહાર પડશે. આગામી અઠવાડિયા આ પ્રસ્તાવની છાનબીન કરાશે જીઆર કાઢીશું. એકંદરે પાત્રતા પૂર્ણ કરી શકી નથી એવી શાળાઓને બાદ કરતાં અમે સર્વ શાળાઓને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.

લાભાર્થી શિક્ષકોની સંખ્યા 60,000 છે. બાળાસાહેબના સ્મૃતિ દિવસે અમે બધાને ન્યાયઆપી શક્યા તેની ખુશી છે. અનેક શિક્ષકો બારથી પંદર વર્ષ સુધી ન્યાયથી વંચિત રહ્યા હતા, જેમને હવે શિંદે સરકારે ન્યાય આપ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

નવી કોલેજો માટે અરજી
નવી કોલેજોની પરવાનગી માટે હવે 15 જાન્યુઆરી, 2023 સુધી અરજી કરી શકાશે. એસઈબીસી ઉમેદવારોની આર્થિક રીતે દુર્બળ ઘટક અનામત પ્રમાણે નિયુક્તિ કરાશે. 9 સપ્ટેમ્બર, 2022 પછીની પસંદગી પ્રક્રિયાને માન્યતા આપવામાં આવી છે. હવે મતદાર યાદીમાં નામ નહીં હોય તેવા ખેડૂતો પણ બજાર સમિતિની ચૂંટણી લડી શકશે. મહારાષ્ટ્ર કૃષિ ઉત્પન્ન બજાર કાયદામાં સુધારણા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...