ચૂંટણી પ્રચાર:હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મંત્રીમંડળ રાજ્યની બહાર

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોખા સરકાર પાસે મંત્રીમંડળની બેઠક લેવા 1 કલાક પણ નથી આદિત્ય

હમણાં સુધી મહત્ત્વના પ્રકલ્પો મહારાષ્ટ્રની બહાર જતા આપણે જોતા હતા. જોકે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે રાજ્યનું મંત્રીમંડળ પણ મહારાષ્ટ્રની બહાર મોકલવામાં આવ્યું છે. આથી રાજ્ય મંત્રીમંડળની બુધવારની નિયોજિત બેઠક રદ થઈ છે, એવો આરોપ આદિત્ય ઠાકરેએ બુધવારે કર્યો હતો. તેઓ બુધવારે બિહારની એક દિવસની મુલાકાતે ગયા. તે પૂર્વે મુંબઈમાં તેમને મિડિયા સાથે સંવાદમાં ઉક્ત વાત જણાવી હતી.

રાજ્યમાં લીલો દુકાળ છે, બેરોજગારી વધી રહી છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉદભવી છે, પરંતુ આ મંત્રીમંડળ અને ખોખા સરકાર પાસે મંત્રીમંડળ બેઠક લેવા માટે એક કલાક પણ નથી. આ બધા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. પહેલા વિધાનસભ્ય મોકલ્યા, પછી પ્રકલ્પ મોકલ્યા, હવે મંત્રીમંડળ મોકલ્યું. જોકે મહારાષ્ટ્ર માટે એક કલાક પણ નથી. મંત્રીમંડળ ગુજરાતમાં પ્રચારમાં વ્યસ્ત છે. અન્ય રાજ્યમાં પ્રચાર કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં પણ મહત્ત્વના પ્રશ્નો પ્રલંબિત છે ત્યારે મંત્રીમંડળની બેઠક મહત્ત્વની છે. મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રીએ મંત્રીમંડળને મહારાષ્ટ્ર માટે એક કલાક આપ્યો તો પણ કશું બગડ્યું નહીં હોત, એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં રજા? - દરમિયાન વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા અજિત પવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં જાહેર રજા ઘોષિત કરી તે વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પાડોશી રાજ્યમાં ચૂંટણી છે તેથી ભર પગારે રજા એવો આદેશ પહેલી વાર મેં જોયો છે. ગુજરાતમાં મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે પાલઘર, નાશિક, ધુળે અને નંદુરબાર જિલ્લાઓમાં આ રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઉદ્યોગ, ઊર્જા અને કામગાર વિભાગે આ સંબંધનો પરિપત્રક જારી કર્યો છે.

તેજસ્વી યાદવને ચહેરો વાપરશેઃ મનસે : દરમિયાન મનસે નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી આ ચૂંટણીમાં તેજસ્વી યાદવને ચહેરો વાપરવા માટે આદિત્ય બિહાર ગયા છે. આદિત્ય અને ઉદ્ધવ ઠાકરેના ચહેરા જોઈને લોકો તેમને મત આપશે નહીં. તેથી તેઓ હવે આ નવો તુક્કો અજમાવશે.

આદિત્ય લાચારઃ શિંદે જૂથ
દરમિયાન આદિત્યની બિહાર મુલાકાત વિશે શિંદે જૂથના નરેશ મ્હસ્કેએ જણાવ્યું કે લોકપ્રતિનિધિઓની જેમ મતદારોએ પણ ઠાકરેને છોડી દીધા છે. મુંબઈમાં ઉત્તર ભારતીયોના મત મેળવવા માટે આદિત્ય બિહાર ગયા છે. બાળાસાહેબનો વિરોધ કરનારને આદિત્ય મળી રહ્યા છે. ઠાકરે પર આ તે કેવો સમયઆવ્યો? ફક્ત લાચારી અને લાચારી છે.

અન્ય સમાચારો પણ છે...