2021ના અંતે મજબૂત ગતિ સ્થાપિત કર્યા પછી વર્તમાન વર્ષે એવી લહેર લાવી દીધી છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વિપરીત સ્થિતિ છતાં ઘર ખરીદી કરવા ઈચ્છુકો આશાવાદી છે. ક્રેડાઈ એમસીએચઆઈ અને ટ્રુબોર્ડ પાર્ટનર્સ દ્વારા જારી હાઉસ પરચેઝ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (જૂન 2022) અનુસાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 47 ટકા સંભવિત ઘર ખરીદદારો લોન દરો ને અન્ય કોમોડિટીઓના દરોમાં વધારાની સંભાવના જોતાં વહેલામાં વહેલી તકે ઘર ખરીદી કરવા માટે આશાવાદી છે.
હાઉસ પરચેઝ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ ગત ત્રિમાસિકની તુલનામાં નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિકમાં ત્રિમાસિક દર ત્રિમાસિક 9.5 ટકાનો ઘટ્યું છે, પરંતુ 50 સ્કોર નિરાશાવાદી થ્રેસહોલ્ડથી ઉપર 65.5 સ્કોર સાથે તે હજુ આશાવાદ દર્શાવે છે. વધતા નીતિના દરે ગત વર્ષની તુલનામાં ગ્રાહકના સેન્ટિમેન્ટમાં ગાબડું પાડ્યું છે, જેમાં સર્વેક્ષણ કરાયેલા 3માંથી 2 ઘર ખરીદદારોએ કિંમતમાં વધારો ધાર્યો હતો, પરંતુ આગામી 3-6 મહિનામાં ઘર ખરીદી કરવાની બાબતમાં પણ તેઓ નિશ્ચિત હતા.
જોકે આશાવાદમાં ત્રિમાસિક દર ત્રિમાસિક ઘટાડાને લીધે આગામી 6 મહિનામાં સેલ્સ કન્વર્ઝનની શક્યતા મજબૂત રહેશે, પરંતુ ફુગાવાનાં પરિબળો અને રેપો દરમાં સક્ષમ વધારાને લીધે 2022ના બીજા અર્ધવાર્ષિકની મજબૂત ગતિને પાર નહીં કરી શકે.અપેક્ષિત કિંમત વધારો અને ઉચ્ચ મોર્ટગેજ દરો દેવી એફોર્ડેબિલિટી ખેંચ છતાં ઘર ખરીદદારો કાયાકલ્પ થતા આર્થિક દ્રષ્ટિબિંદુ અને ઉચ્ચ ભાવિ કમાણીન સંભાવના દ્વારા પ્રાત્સાહિત આશાવાદ દર્શાવી રહ્યા છે. ઈન્ડેક્સ એમએમઆરમાં વિવિધ પ્રદેશમાં ડાઈવર્સિફાઈડ અભિપ્રાયોનો સંકેત આપે છે. આગામી 3થી 6 મહિનામાં ઘર ખરીદદાવો તેમનું નિયોજન કરવાની બાબતમાં પૂર્વીય પરાંમાં ગ્રાહકો સૌથી વધુ આશાવાદી હતા, જ્યારે દક્ષિણ મુંબઈમાં વધુ સાવચેત જણાયા હતા.
ક્રેડાઈ- એમસીએચઆઈના પ્રેસિડેન્ટ બોમન ઈરાણી કહે છે, “ધ હાઉસ પરચેઝ સેન્ટિમેન્ટ્સ ઈન્ડેક્સ રિપોર્ટ માઠી સ્થિતિઓ વચ્ચે પણ ઉદ્યોગની સ્થિતિસ્થાપકતા ખરા અર્થમાં લેખિત કરે છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા છતાં ભારતમાં રિયલ એસ્ટેટ સુરક્ષિત રોકાણ માટે મુખ્ય ક્ષિતિજ રહી છે, કારણ કે એમએમઆરમાં ઘર ખરીદદારો હોમ લોન દરમાં વધારો થવાની ધારણા રાખી રહ્યા છે, પરંતુ પેઢી દર પેઢી રિયલ સ્ટેટ બજારની કામગીરીની સ્થિરતા પર આધાર રાખશે. હાલમાં શેરબજારમાં વધઘટને લીધે રિયલ એસ્ટેટ જેવી સ્થાવર અસ્કયામતો વધુ સ્થિર છે, જેથી નોકરિયાતો ઘરમાં રોકાણ કરવાની વધુ શક્યતા છે. હાલમાં થાણેમાં ખરીદદારો એમએમઆરના અન્ય ભાગમાં ખરીદીનું નિયોજન કરવાની બાબતમાં વધુ સ્થિતિસ્થાપક છે. ક્રેડાઈ- એમસીએચઆઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રને મદદરૂપ થવા માટે બહેતર અને ઉત્ક્રાંતિ પામતી નીતિઓ માટે સરકાર સાથે સતત કામ કરી રહી છે.
40-50 વયવર્ષના ઘર ખરીદી કરવા માગે છે : ભારતની કોર્પોરેટ અને રિટેઈલ ધિરાણ અને રોકાણ ઈકોસિસ્ટમમાં હિસ્સાધારકોને સમર્થન આપતાં ટ્રુબોર્ડ પાર્ટનર્સના રિયલ એસ્ટેટના એમડી સંગ્રામ બાવિષ્કરે જણાવ્યું હતું કે, “રિપોર્ટ સંભવિત ઘર ખરીદદારોનું પરિપ્રેક્ષ્ય આલેખિત કરે છે, જે હાલનો કિંમત વધારો, વધતા રેપો દર અને લોન દરને ધ્યાનમાં લેતાં મહત્ત્વપૂર્ણ પાસું બની ગયું છે. 40-50 વયવર્ષના દરેક 4માંથી 1 ગ્રાહક ધારે છે કે આગામી 6 મહિનામાં કિંમત અને વ્યાજ દર વધશે, જે ધ્યાનમાં લઈને ઘર ખરીદદારો માટે આગામી થોડા મહિના સારી તક હોવાથી તેઓ ઘર ખરીદી કરવાનું નિયોજન કરી રહ્યા છે. ભાવિ પડકારો છતાં એમએમઆર વૃદ્ધિ પામવાનું ચાલુ રહેશે.
લોન દરથી વાકેફ હોવા છતાં...
રિપોર્ટ એવો પણ અણસાર આપે છે કે ઓછું જોખમ ઉઠાવવા માગતા ખરીદદારો (વધતી કિંમતો અને લોન દરથી વાકેફ અને તે છતાં ઘર ખરીદી કરવાનું નિયોજન કરી રહ્યા છે) એમએમઆરની ઊભરતી સૂક્ષ્મ બજારો બીકેસી, ચેમ્બુર, લોઅર પરેલ અને પવઈ જેવા વિસ્તારોમાં સોદો કરી રહ્યા છે. ચેમ્બુરમાં 48 ટકા સંભવિત ખરીદદારો ઓછું જોખમ ઉઠાવવા માગતા ખરીદદારો છે, સજ્યારે બીકેસીમાં આ ટકાવારી 32 ટકા છે. ઉદ્યોગના પ્રવાહો અને રિપોર્ટની રૂપરેખા જોતાં ક્રેડાઈ- એમસીએચઆઈ ધારે છે કે પૂર્વીય પરાં અને થાણેમાં વેપારીઓ એમએમઆરના કોઈ પણ અન્ય પ્રદેશોની તુલનામાં આ પ્રવાહને વધુ અભિમુખ છે. નોકરિયાતો વેપાર માલિકો કરતાં વધુ આશાવાદી છે. જોકે વેપાર માલિકો પરિસ્થિતિનું આકલન કરી રહ્યા હોય તેવું જણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.