ખંડણી માગવાના કેસમાં નવો વળાંક:બુકી સિંઘાનીનો ઠાકરે સાથે ફોટો ટ્વીટ કરી ‌BJPની તપાસની માગ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃતા ફડણવીસ પાસે ખંડણી માગવાના કેસમાં નવો વળાંક આવ્યો

અમૃતા ફડણવીસને ધમકીના કેસમાં ધરપકડ કરાયેલી અનિક્ષાના બુકી પિતા અનિલ સિંઘાનીનો ઉદ્ધવ ઠાકરે સાથેનો ફોટો શનિવારે મોહિત કંબોજે ટ્વિટ કરતાં રાજતીય વાતાવરણ ગરમ થઇ ગયું છે. ઉપ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ પાસેથી 1 કરોડ રૂપિયાની લાંચ માગવા બદલ અનિક્ષાની ધરપકડ કરવામાં આવી છે.

હવે ભાજપ નેતા મોહિત કંબોજે આરોપી મહિલાના પિતા અનિલ જયસિંઘાનીનો ઠાકરે સાથેનો ફોટો ટ્વીટ કર્યો છે તેમ જ ઉદ્ધવ ઠાકરે અને અનિલ જયસિંઘાની વચ્ચેના સંબંધોની તપાસ થવી જોઈએ તેવી માગણી કરી છે.કંબોજે કહ્યું છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે, અન્ય એક કમિશનર, ઉદ્ધવ ઠાકરે અને અનિલ જયસિંઘાનીના સંબંધોની તપાસ થવી જોઈએ. પ્રિયંકા ચતુર્વેદીએ આઘાડી સરકાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ષડયંત્ર કોણે રચ્યું તે વિશે જણાવવું જોઈએ. આ કેસનો માસ્ટરમાઈન્ડ કોણ છે? એવો પ્રશ્ન પણ કંબોજે કર્યો છે.

દરમિયાન કંબોજે ટ્વીટ કરેલો ફોટો 2014નો હોવાનું સામે આવ્યું છે. જયસિંઘાની ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયાનો આ ફોટો છે. જયસિંઘાની હાલમાં ફરાર છે અને તેની પર ક્રિકેટ બુકીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે. ફડણવીસે વિધાનસભામાં માહિતી આપી હતી, કે જયસિંઘાની સામે લગભગ 14 થી 15 ગંભીર ગુના છે. મને મુશ્કેલીમાં મૂકવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

શિવસેનાના નેતાનું શિંદે પર નિશાન દરમિયાન ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે જયસિંધાની પહેલાં કોંગ્રેસ પછી એનસીપી અને અંતે શિવસેનામાં ઠાકરેની હાજરીમાં જોડાયા હતા. ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે, કે જો જયસિંઘાનીએ સૌપ્રથમ કયાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો તે જોવું જોઈએ. ઉલ્હાસનગર, પાંચપખાડ વિસ્તારમાં ત્યારે અને અત્યારે કોનો પ્રભાવ છે એવો સવાલ કરીને અંધારેએ સીધું મુખ્ય મંત્રી શિંદે પર નિશાન સાધ્યું છે. આથી આ મામલે હવે રાજકીય ગરમાગરમી વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...