તપાસની માગણી:કલ્યાણમાં 784 સરકારી જમીનો પર બિલ્ડરોનો કબજો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 65 બિલ્ડરોની તપાસ ચાલી રહી છે ત્યાં નવું કૌભાંડ બહાર આવ્યું

રેરા સાથે ઠગાઈ કરવા સંબંધે કલ્યાણ ડોંબિવલીમાં બિલ્ડરોની તપાસ ચાલી રહી છે ત્યારે સરકારી જમીનો પર ડલ્લો મારવાનો નવો ગોટાળો બહાર આવ્યો છે. કલ્યાણ તાલુકાની 1577 સરકારી જગ્યામાંથી 784 જગ્યા બાબતમાં શરતભંગ થયો હોઈ જિલ્લા પ્રશાસનને પરવાનગી લીધા વિના જ આ જગ્યાઓ પર બાંધકામ ઊભાં કર્યાં હોવાનું માહિતી અધિકાર હેઠળ બહાર આવ્યું છે. મહાપાલિકાના નગરરચના વિભાગના અધિકારીઓ એનઓસી ઉપલબ્ધ નહીં હોવા છતાં બાંધકામને પરવાનગી આપી રહ્યા છે.

ડોંબિવલીમાં એક પ્રકરણની લોકાયુક્ત પાસે સુનાવણી ચાલી રહી હોઈ સરકારી મહેસૂલ ડુબાડનારા બિલ્ડરો અને તેમને આશીર્વાદ આપનારા મહાપાલિકાના અધિકારીઓની તપાસ કરવાની માગણી આરટીઆઈ કાર્યકર્તા પાંડુરંગ ભોઈરે કોંકણ વિભાગીય કમિશનર પાસે કરી છે.કલ્યાણ ડોંબિવલીમાં તેથી અનધિકૃત બાંધકામનો મુદ્દો ફરી એક વાર એરણે આવ્યો છે.

બોગસ દસ્તાવેજોને આધારે કેડીએમસીની બાંધકામ પરવાનગી છે એવું બતાવીને રેરાનો રજિસ્ટ્રેશન નંબર મેળવીને સરકારની ઠગાઈ કરનારા 65 બિલ્ડરોની હાલમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસઆઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ ચાલી રહી છે.

તેમાં હવે કલ્યાણ તાલુકાની 784 સરકારી જમીનો પર જિલ્લાધિકારીની પરવાનગી લીધા વિના બિલ્ડરોએ શરતભંગ કરીને જમીનોનો પુનઃવિકાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદી ભોઈરની ડોંબિવલીના એક બિલ્ડર સંબંધી લોકાયુક્ત પાસે સુનાવણી ચાલી રહી છે.

આ સંબંધમાં તેમણે થાણે જિલ્લાધિકારી મહેસૂલ વિભાગ પાસે મગાવેલી માહિતીમાં કલ્યાણ તાલુકામાં 1577 સરકારી જમીનમાંથી 784 જમીન બાબતે શરતભંગ થયો છે. તેમાંથી 178 જગ્યા ધારકોએ શરતભંગ નિયમ અનુકૂળ કરી લીધો છે, જ્યારે 606 જગ્યા ધારકોએ શરતભંગ નિયમ અનુકૂળ કર્યો નથી એવી નોંધ કરવામાં આવી છે.

કલ્યાણ ડોંબિવલી વિસ્તારમાં અનામત જગ્યાઓના મૂળ માલિક જિલ્લાના જિલ્લાધિકારી હોય છે. આ જગ્યાના માલિકી હક જિલ્લાધિકારીઓને બહાલ કરાયા છે. સરકારી જમીનો પર નવું બાંધકામ કરતી વખતે બિલ્ડર, આર્કિટેક્ટે જિલ્લાધિકારીને પૂર્વ-પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેસ લેવાનું બંધનકારક હોવાનું સરકારી નિયમ કહે છે.

કૌભાંડ કઈ રીતે બહાર આવ્યું
ભોઈ પોતે ખરીદદાર છે. ડોંબિવલી પૂર્વમાં એક પ્રકલ્પમાં તેમણે ફ્લેટ બુક કર્યો હતો. આ જમીન જિલ્લાધિકારીની માલિકીની હોઈ નજરાણું નહીં ભરતાં જ તેના પ્લાન કેડીએમસીએ મંજૂર કર્યા હતા. ફ્લેટનો કબજો મળતો નહીં હોવાથી તપાસ શરૂ કરતાં નગરરચના વિભાગે જાન્યુઆરી 2013ના રોજ અહીંના બિલ્ડરને સરકારી જમીન પરના બાંધકામ પ્લાનને જિલ્લાધિકારીનો સંમતિ પત્ર નહીં હોવા છતાં વચગાળાની બાંધકામ પરવાનગી અને બાંધકામ આરંભ પ્રમાણપત્ર આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...