નિર્ણય:મહારેરાના ‌‌BKC કાર્યાલયમાં દલાલને પ્રવેશવા પર પ્રતિબંધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેવલપરોના રજિસ્ટર્ડ સંગઠનના બે પ્રતિનિધિઓને જ પ્રવેશ અપાશે

બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત મહારેરા કાર્યાલયમાં હવે ડેવલપરોના રજિસ્ટર્ડ સંગઠનના ફક્ત બે પ્રતિનિધિઓને જ ડેવલપરના પ્રતિનિધિ તરીકે પ્રવેશ આપવામાં આવશે. બીજા ડેવલપર અને દલાલને પ્રવેશબંધી કરવાનો નિર્ણય મહારેરાએ લીધો છે. નોંધણી પારદર્શક રીતે થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહારેરાએ સ્પષ્ટ કર્યું છે. દરમિયાન ડેવલપરની શંકાનું નિવારણ કરવા અઠવાડિયે એક દિવસ શુક્રવાર અનામત રાખવામાં આવ્યો છે. એ દિવસે ઓપન પ્લેટફોર્મ રહેશે જ્યાં ચર્ચા કરવામાં આવશે.

ડેવલપર કે તેના પ્રતિનિધિએ નોંધણી કરાવવા મહારેરાના કાર્યાલયમાં જવું પડે છે. નોંધણી માટે જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડે છે. યોગ્ય પ્રતિનિધિ ન હોવાથી આ કામ માટે અનેક વખત દલાલ કાર્યાલયમાં આવે છે. તેમની પાસે જરૂરી દસ્તાવેજ હોતા નથી, અડધી માહિતી હોવાથી નોંધણીમાં અડચણ આ છે.

આવું ટાળવા માટે અને નોંધણી પારદર્શક કરવા મહારેરાએ દલાલો માટે કાર્યાલયમાં નો-એન્ટ્રી કરી છે. ફક્ત ડેવલપરોના રજિસ્ટર્ડ સંગઠનના બે પ્રતિનિધિને કાર્યાલયમાં પ્રવેશ આપીને તેમની પાસેથી નોંધણી પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંબંધી પરિપત્ર તાજેતરમાં જારી કરવામાં આવ્યો છે.

મહારેરા પાસે ડેવલપરોના કુલ 6 સંગઠન રજિસ્ટર્ડ છે. એમાંથી એક સંગઠનના રજિસ્ટર્ડ સભ્યએ ડેવલપર સાથે હોવો જરૂરી છે. હવે મહારેરા ડેવલપરની અરજી ચકાસણી કરીને એ સભ્ય છે એ સંગઠનના પ્રતિનિધિને આ બાબતની માહિતી, આપેલા વિકલ્પની યાદી ઉપલબ્ધ કરવામાં આવે છે.

ઓપન પ્લેટફોર્મ
દરમિયાન દલાલને મહારેરાના કાર્યાલયમાં પ્રવેશબંધી છે એટલે હવે ડેવલપરોની શંકાનું નિવારણ કરવા શુક્રવારે ઓપન પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવશે. આ ચર્ચાસત્રમાં શંકાનુ નિવારણ ન થાય તો મહારેરાના સચિવ અને કાયદા સલાહકાર પાસે દાદ માગવાની, અપીલ કરવાની છૂટ ડેવલપરોને હશે.

અન્ય સમાચારો પણ છે...