પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈ મહાપાલિકા પગલાં ભરવાનું કામ શરૂ કર્યું છે. હિંદુ સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે લાકડાના બદલે ખેતરની વસ્તુઓ અને ઝાડના ફેંકવાના ઘટકમાંથી બનાવેલી બ્રિકેટ્સ બાયોમાસનો પુરવઠો કરવામાં આવશે. મહાપાલિકાના આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે. મુંબઈ મહાપાલિકાના અખત્યાર હેઠળની હિંદુ સ્મશાનભૂમિમાં લાકડાનો પુરવઠો મફત કરવામાં આવે છે. પણ પર્યાવરણની દષ્ટિએ ઝાડનું સંવર્ધન અને સંરક્ષણ કરવું જરૂરી છે. હિંદુ સ્મશાનભૂમિમાં એક મૃતદેહના અંતિમસંસ્કાર કરવા 300 કિલો લાકડાની જરૂર હોય છે. જો કે બ્રિકેટ્સ બાયોમાસનો ઉપયોગ કરવામાં આવે તો એક મૃતદેહ માટે 250 કિલો બ્રિકેટ્સ બાયોમાસની જરૂર પડશે.
દરેક સ્મશાનભૂમિમાં મૃતદેહ દીઠ બાળવા માટે 250 કિલો સુધી પ્રમાણે એક મહિનાના સૂકા બ્રિકેટ્સ બાયોમાસનો પુરવઠો કરવામાં આવશે. એ અનુસાર કોન્ટ્રેક્ટરનું માસિક બિલ ચુકવવામાં આવશે. દરમિયાન બ્રિકેટ્સ બાયોમાસનો પુરવઠો કરનારા હાલના કોન્ટ્રેક્ટરના કોન્ટ્રેક્ટનો કરાર પૂરો થયો હોવાથી નવા કોન્ટ્રેક્ટરને કામ સોંપવામાં આવ્યું છે એમ મહાપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે.
મુંબઈ મહાપાલિકાના અખત્યાર હેઠળ 14 હિંદુ સ્મશાનભૂમિમાં બ્રિકેટ્સ બાયોમાસનો પુરવઠો કરવામાં આવશે. એમાં મંગલવાડી (બાણગંગા) સ્મશાનભૂમિ (ડી વોર્ડ), વૈકુંઠધામ હિંદુ સ્માશાનભૂમિ (ઈ વોર્ડ), ગોવારી હિંદુ સ્માશાનભૂમિ (એફ ઉત્તર), ધારાવી હિંદુ સ્માશાનભૂમિ (જી ઉત્તર વોર્ડ), ખારદાંડા હિંદુ સ્માશાનભૂમિ (એચ પશ્ચિમ વોર્ડ).
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.