આપઘાતની આશંકા:પુણેમાં એફટીઆઈઆઈના વિદ્યાર્થીની લાશ મળી આવી, હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાન મળી આવ્યો

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના 32 વર્ષીય વિદ્યાર્થીની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. આ યુવાન હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આ વિદ્યાર્થીએ આત્મહત્યા જ કરી હોવી જોઈએ એવી શંકા છે.

ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. વિદ્યાર્થીને અશ્વિન અનુરાગ શુક્લા તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે શુક્રવારે સવારે તેના હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, એમ પુણેના ડેક્કન જિમખાના પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ મુરલીધર કર્પેએ જણાવ્યું હતું.

પ્રથમદર્શી રીતે આ કેસ સુસાઈડનો જ લાગી રહ્યો છે. જોકે કોઈ સુસાઈડ નોટ મળી નથી. અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. શુક્લા 2017ની બેચનો સિનેમાટોગ્રાફી કોર્સનો વિદ્યાર્થી હતો, એમ સંસ્થાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...