આયોજન:કચ્છ-વાગડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા રક્તદાન શિબિર

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1000 બોટલ લોહી ભેગું કરીને સહયોગી હોસ્પિટલોને આપવાનંુ આયોજન

જીવદયા અને સામાજિક સેવાનાં કાર્યોમાં સદૈવ મોખરે રહેલ કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજની ટોચની સંસ્થા દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે રામમંદિર આરે કોલોની, ઘાટકોપર અને ગોરાઈ વિસ્તારમાં વિવિધ મંડળો અને બ્લડ બેંકોના સહયોગમાં તેરમી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ગત બાર વર્ષોથી સતત રક્તદાન શિબિરો યોજી જીવદયાની પ્રવૃર્તીમાં કાર્યરત વાગડ લેઉવા પટેલ સમાજ સદીઓથી સ્વનિર્ભર ખેતી પ્રધાન અને લગભગ ત્રીસ હજાર ઘરોની વસતિ ધરાવતો અને ભારતભરમાં કાગળ, કાપડ અને કિરાણાના નાના ધંધાથી લઈને પ્લાસ્ટિક અને પ્રિન્ટિંગ, લોખંડ અને લાકડા ઉપરાંત બિલ્ડિંગ વ્યવસાય સુધી સ્વબળે અગ્રેસર રહ્યો છે.

અને વતનથી જોજનો દૂર મુંબઈમાં પચાસ ઉપરાંત નવરાત્રિ અને ભજન, સત્સંગ, મહિલા મંડળો ધરાવતો વાગડ લેઉવા પટેલ સમાજ શ્રી અખિલ ભારતીયની કેન્દ્રીય સંસ્થા દ્વારા એક તાંતણે બંધાયેલો હોવા ઉપરાંત સંસ્થાના માધ્યમથી સમૂહ લગ્ન, રક્તદાન, શૈક્ષિણક અનુદાન, વૈદ્યકીય મદદ, આરોગ્ય શિબિર, મહિલા ઉત્કર્ષ, ગૌશાળાઓ ચલાવવી અને અનાથ આશ્રમોને ભોજન કપડાંની સહાય સેવા જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને વરેલ છે.

સંગઠિત સમાજની ખેવના રાખનારા અને નિષ્પક્ષ નિખાલસ રીતે સેવા કાર્યોને વરેલા મે. ટ્રસ્ટી માદેવભાઈ ગણેશા વાવીયા અને પ્રમુખ કાનજી મુરજી ગામીના નેતૃત્વમાં કેન્દ્રીય સંસ્થાની ટીમ અને સ્થાનિક મંડળોના ભાઈ અને બહેન કાર્યકરોએ કરેલા પ્રયત્નોથી સમાજના રક્તદાતાઓ દ્વારા વિવિધ બ્લડ ગ્રુપોનું 1000 બોટલ જેટલું રક્ત એકત્રિત કરીને સહયોગી હોસ્પિટલોને નિઃશુલ્ક રીતે પ્રદાન કરીને જીવદયા અને માનવ સેવાની પ્રવૃર્તીમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...