કાર્યવાહી:પુણેના છાત્રની આત્મહત્યાના કેસમાં બ્લેકમેઈલરની ધરપકડ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠગોએ પૈસા આપવા માટે દબાણ કરતાં વિદ્યાર્થી સહન નહીં કરી શક્યો

પુણેમાં ઓનલાઈન ઠગો દ્વારા સતામણી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આત્મહત્યા કરવા માટે મજબૂત બનેલા 19 વર્ષીય વિદ્યાર્થીના સેક્સટોર્શન કેસમાં પુણે પોલીસે આખરે 29 વર્ષીય બ્લેકમેઈલરની રાજસ્થાનથી ધરપકડ કરી છે.પુણેના દત્તવાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય વિદ્યાર્થીએ 28 સપ્ટેમ્બરે ઓનલાઈન ઠગો દ્વારા એકધારી સતામણી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી.

આ કોલેજિયન ઓનલાઈન ઠગાઈન ભોગ બન્યો હતો અને તેની પાસેથી ઠગોએ રૂ. 4500 પડાવ્યા હતા, પરંતુ વધુ પૈસાની માગણીનું દબાણ ઝીલી નહીં શકતાં તેણે જીવ ટૂંકાવ્યું હતું.આ કેસની તપાસમાં રાજસ્થાનના અલવાર જિલ્લામાં ગોથરી ગુરુ ગામમાંથી અમે અન્વર સુબાન ખાનની ધરપકડ કરી હતી. ગામમાંથી સેક્સટોર્શન રેકેટ ચલાવવા પાછળ આ સૂત્રધાર છે, એમ દત્તવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ અભય મહાજને જણાવ્યું હતું.

બારીકાઈથી તપાસ કરતાં આ ગામના ઘણા બધા યુવાનો અને મહિલાઓ ઓનલાઈન સેક્સટોર્શનમાં સંડોવાયેલાં હોવાનું જણાયું છે. અન્વરને લીધે પુણેનો વિદ્યાર્થી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો. સાઈબર પોલીસ અનુસાર પુણેમાં 1445 સાઈબર ગુના જાન્યુઆરીથી ઓક્ટોબર 2022 વચ્ચે નોંધાયા હતા, જેમાં પીડિતોને સતામણી કરાઈ હતી અને બ્લેકમેઈલ કરાયા હતા.

સાઈબર ગુનેગારો ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ થકી પુરુષોને લક્ષ્ય બનાવવા માટે રેકેટમાં મહિલાઓનો ઉપયોગ કરે છે. એપ પર ડિસ્પ્લે પિક્ચર (ડીપી) તરીકે ઉપયોગ કરેલા મહિલાના ફોટોથી પીડિતો આકર્ષાય છે અને વાર્તાલાપ શરૂ કરે છે.

અમુક મેસેજ આપલે કર્યા પછી અને પુરુષ સાથે મૈત્રી કેળવ્યા પછી નિર્વસ્ત્ર અવસ્થાના વિડિયો રેકોર્ડ કરવામાં આવે છે. આ પછી પીડિતોને સોશિયલ મિડિયા પર તેમને અશ્લીલ વિડિયો અપલોડ કરવા અથવા તેમની સંપર્ક યાદીના લોકોને તે શેર કરવા માટે ધમકાવીને સતામણી કરવામાં આવે છે. સતામણી અને બ્લેકમેઈલથી છુટકારો મેળવવા આખરે પીડિતો સાઈબર ઠગોને પૈસા ચૂકવી દે છે.

અન્ય સમાચારો પણ છે...