ભાસ્કર વિશેષ:ચમકતી ટાઈલ્સ વાળા બ્લેક & વ્હાઈટ ડિવાઈડરથી અકસ્માતનું પ્રમાણ ઘટ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર વર્ષ ટકતી હોવાથી રંગકામના ખર્ચની પણ બચત થશે

મહાપાલિકાના ડી વોર્ડ ગ્રાન્ટ રોડ વોર્ડમાં જૂના કાળા-પીળા ડિવાઈડરના બદલે હવે અકસ્માત રોકતા બ્લેક એન્ડ વ્હાઈટ ડિવાઈડર લગાડવામાં આવી રહ્યા છે. આ ચમકતી ટાઈલ્સ આકર્ષક હોવાથી રાતના સમયે વિઝિબિલિટી વધતા અકસ્માત ટાળવામાં મદદ થશે. આ ટાઈલ્સ લગભગ ચાર વર્ષ ટકતી હોવાથી આઠ વખત કરવો પડનારો રંગકામનો ખર્ચ બચશે એમ ડી વોર્ડના સહાયક આયુક્ત શરદ પાંડેએ જણાવ્યું હતું.

મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવવા મહાપાલિકાના માધ્યમથી અનેક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યા છે. એમાં સિમેન્ટના મજબૂત રસ્તાઓ સહિત ટ્રાફિક આઈલેન્ડ, પુલની નીચેની જગ્યાનું સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે ડી વોર્ડમાં તારદેવ નાના ચોકથી ભાટિયા હોસ્પિટલ સુધી લગભગ 373 મીટર લાંબા પ્લાન્ટર ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે. એમાં ડિવાઈડરની બંને બાજુની લંબાઈ લગભગ 596 સ્કવેર મીટર છે.

એના પર પ્રાયોગિક ધોરણે બ્લેક એન્ડ વ્હાઈટ ટાઈલ્સથી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે. એને અત્યારે વાહનચાલકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી આગામી સમયમાં ડી વોર્ડના લગભગ 56 કિલોમીટર લાંબા રસ્તામાંથી મહત્વના રસ્તા, જંકશનના ઠેકાણે ડિવાઈડર આ રીતે બનાવવામાં આવશે એમ વોર્ડ કાર્યાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

અત્યારના ડિવાઈડર પરનો કાળો અને પીળો રંગ સમય જતા ધુળ જામવાથી, નાગરિકો દ્વારા ગંદકી કરવાથી ફિક્કો પડે છે. તેથી દર છ મહિને ડિવાઈડરને રંગ લગાડવો પડે છે. જો કે હવે લગાડવામાં આવનાર ટાઈલ્સ ઓછામાં ઓછા ચાર વર્ષ ટકશે. તેથી રંગકામનો ખર્ચ બચશે. ઉપરાંત રાતના સમયે વિઝિબિલિટી વધવાથી અકસ્માત રોકવામાં મદદ થશે. અત્યારે પ્રાયોગિક ધોરણે લગાડવામાં આવનારી આ ટાઈલ્સના કામ માટે 8 લાખ 85 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...