“મિશન મુંબઈ’ શરૂ:મહાપાલિકાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવા ભાજપનો પ્લાન

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 82 વત્તા 30 વત્તા 40ની ફોર્મ્યુલા નક્કી કરાઈ

મુંબઈ મહાપાલિકામાં કોઈ પણ પરિસ્થિતિમાં આગામી ચૂંટણીમાં ઝંડો લહેરાવવા અને મહાપાલિકાની સત્તા પર કબજો મેળવવા ભાજપ આક્રમક બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત સાથે તેનું “મિશન મુંબઈ’ શરૂ થઈ ગયું છે, જેમાં મહાપાલિકામાં 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ માટે 82+30+40ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.227 બેઠકો માટે ભાજપનો વર્તમાન મેગા પ્લાન તૈયાર છે. રાજ્ય સરકારે 2017ના વોર્ડ રચના મુજબ ચૂંટણી યોજવાની મંજૂરી આપી દીધી છે. જો કોર્ટ અન્યથા નિર્ણય કરશે તો ભાજપે વધેલી બેઠકો માટે ફરીથી તૈયારી કરવી પડશે.

150 સીટોના લક્ષ્ય માટે ભાજપે 82+30+40ની ફોર્મ્યુલા અમલમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. આ માટે સૌપ્રથમ, 2017ની ચૂંટણીમાં જીતેલી 82 બેઠકો કેવી રીતે જાળવી રાખવી? 2017માં બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવારો એટલે કે 500થી ઓછા મતે હારેલી 30 બેઠકો પર ચૂંટણી જીતવાના પ્રયાસો અને બાકીની 40 બેઠકો પર સ્વબળે ચૂંટાયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોંગ્રેસ, એનસીપી, અન્ય નાના પક્ષોના ઉમેદવારો, કે જેઓ પોતાના દમ પર ચૂંટાય છે અને તેમને ભાજપમાંથી ઉમેદવારી આપવાના પ્રયાસની સાથે શિંદે જૂથને સાથે લઈને શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈ, તેમ જ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વર્ચસવાળા વોર્ડમાં અસંતુષ્ટોને ઉમેદવારી આપીને ત્યાં મતોનું વિભાજન કરવું.

મુસ્લિમ અને હિન્દીભાષી વિસ્તારોમાં સ્વ-ચૂંટાયેલા શિવસેના અને અન્ય પક્ષોના ઉમેદવારોની તરફેણ કરવી. ગણેશોત્સવ, નવરાત્રિના તહેવારો દ્વારા ખાસ કરીને મરાઠી મતોને અંકે કરવા, મુંબઈ જીતવા માટે ભાજપ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપમાં અંત સુધી ઘણા દાવપેચ રમવામાં આવી શકે છે. શિંદે જૂથને સાથે લઈને ભાજપ અને શિંદે જૂથની બેઠક વહેંચણીની ફોર્મ્યુલા શું હોવી જોઈએ તે હજુ નક્કી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...