ફરિયાદ:BJPના રાજ્ય સચિવ દિવ્યા ઢોલેને અશ્લીલ મેસેજ કરાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવસેનાની દીપાલી સૈયદ વિરુદ્ધ ફરિયાદ બાદ મેસેજ

સોશિયલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ શિવસેનાની નેતા ને અભિનેત્રી દીપાલી સૈયદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનાં રાજ્ય સચિવ દિવ્યા ઢોલેએ બુધવારે ફરિયાદ નોંધાવી હોવાની માહિતી આપી હતી.તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યાં હતાં. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેય અને મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રીદા રશીદ હાજર રહ્યાં હતાં.

ઢોલેએ એવો પણ સવાલ કર્યો હતો કે શું પ્રગતિશીલ મહારાષ્ટ્રમાં જે મહિલાઓ લોકતાંત્રિક રીતે લડી રહી છે, તેમને સમાન વ્યવહાર મળશે અને શું આ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે.ઢોલેએ કહ્યું કે દીપાલી સૈયદે સોશિયલ મિડિયા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે. તેની સામેના તમામ પુરાવા રજૂ કર્યા બાદ તે બે વખત ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. આ ફરિયાદ નોંધાવ્યા બાદ મને વ્હોટ્સએપ દ્વારા મોર્ફ કરેલા ફોટોગ્રાફ મોકલીને હેરાન કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ અંગે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખ્યો છે અને મહિલા પંચને પણ ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...