વિવાદ:સંજય રાઉતને ફરી ભીંસમાં લેવા માટે ભાજપના નેતાઓ સક્રિય બની ગયા!!

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાઉતના કટ્ટર પ્રતિસ્પર્ધી અને દેવેન્દ્ર ફડણવીસના ખાસ માણસ મોહિત કમ્બોજ ફરી સક્રિય

પતરા ચાલ રિડેવલપમેન્ટ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં જામીન બાદ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત ફરી આક્રમક મૂડમાં આવ્યા છે ત્યારે બીજી બીજુ ભાજપના નેતાઓ તેમને ફરીથી ભીંસમાં લેવા માટે સક્રિય બની ગયા છે. રાઉતના કટ્ટર પ્રતિસ્પર્ધી મનાતા ભાજપના નેતા મોહિત કમ્બોજે ફરી સક્રિય બનવાના સંકેત આપ્યા છે.રાજ્યમાં સત્તાપલટો થવા પૂર્વેથી જ રાઉત અને કમ્બોજ એકબીજા પર અનેક વાર આરોપ- પ્રત્યારોપ કરતા હતા. રાઉત વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવામાં કમ્બોજ કાયમ આગળ હતા. થોડા મહિના પૂર્વે કમ્બોજે રાઉતે મારી પાસેથી રૂ. 25 લાખ વસૂલ કર્યા હોવાનો આરોપ કર્યો હતો.

આ પછી પતરા ચાલ પ્રકરણમાં રાઉત ટૂંક સમયમાં જ જેલમાં જશે એવો ઈશારો પણ આપ્યો હતો.કમ્બોજની આ વાત સાચી નીકળી હતી, પરંતુ રાઉત જેલમાં ગયા ત્યારથી કમ્બોજ બહુ ચર્ચામાં દેખાયા નહોતા. તેઓ પ્રસિદ્ધિથી દૂર રહ્યા હતા.

જોકે બુધવારે રાત્રે રાઉત જેલની બહાર નીકળ્યા અને તેમનું જંગી સ્વાગત તેમના સમર્થકોએ કર્યું તે પછી તુરંત કમ્બોજે એક ટ્વીટ કરીને રાઉત વિરુદ્ધ ફરી સક્રિય થવાના સંકેત આપ્યા છે.લગતા હૈ કલ સે ફિર મૈદાનમાં ઉતરના પડેગા એવું ટ્વીટ કમ્બોજે કર્યું હતું. બીજી બાજુ ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ હજુ હિસાબ પૂરો થયો નથી, હજુ વધુ પ્રકરણોમાં રાઉતની તપાસ થવી જરૂરી છે, એવી પ્રતિક્રિયા આપી હતી. આથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાઉત વિરુદ્ધ ભાજપ જંગ જોવા મળે એવી શક્યતા છે.

શિવસેના નહીં જ છોડું: રાઉત
દરમિયાન રાઉતે બુધવારે રાત્રે ભાંડુપ ખાતે નિવાસસ્થાને એક નાની સભા લીધી હતી. તે સમયેતેમણે ઈડી અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. ઠાકરે સરકાર પાડવા માટે મારી ધરપકડ કરવાનો આદેશ દિલ્હીથી આવ્યો હતો. કોર્ટે મારી ધરપકડ અનધિકૃત ઠરાવી છે. ઈડી પાછી હાઈ કોર્ટમાં ગઈ છે. મને ગમે તેટલી વાર ધરપકડ કરો, પરંતુ હું શિવસેના છોડીશ નહીં. હું ભગવો લઈને જ જન્મ્યો છું. આ ભગવા સાથે જ જઈશ, એમ રાઉતે જણાવ્યું હતું. મને કચડવું કે ખતમ કરવાનું આસાન નથી. આ બાળાસાહેબ ઠાકરેએ નિર્માણ કરેલું રસાયણ છે, એમ પણ રાઉતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...