માગ:ભાજપે ચૂંટણી પંચને પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા કરી માગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદથી સ્થાનિકોનો સંપર્ક તૂટ્યો હોવાનું કારણ તેમણે આપ્યું

રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પૂરના કારણે સ્થાનિક લોકો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આવી સ્થિતિમાં રાજ્ય ચૂંટણી પંચે 92 નગરપાલિકા, 4 નગર પંચાયત અને 15 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ રાખવો જોઈએ તેવી માંગણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિમંડળે સોમવારે રાજ્ય ચૂંટણી કમિશનર યુ.કે.પી.એસ. મદાનને કરી.ભાજપની ભૂમિકા એવી છે કે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ઓબીસી રાજકીય અનામત વિના યોજવી જોઈએ નહીં.

ચૂંટણીઓ આગળ ધકેલવાથી આ અનામત ફરી પાછું લાગુ કરવામાં સગવડ રહેશે, એમ પાટીલે કમિશનરની ઓફિસની બહાર પત્રકારોને જણાવ્યું હતું.પાટીલની સાથે ભૂતપૂર્વ મંત્રી ગિરીશ મહાજન, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ શિંદે, પ્રદેશ ઉપાધ્યક્ષ જયકુમાર રાવલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સુનીલ કરજતકર, પ્રદેશ મહાસચિવ ચંદ્રશેખર બાવનકુળે અને ભૂતપૂર્વ મંત્રી સદાભાઈ ખોત હાજર હતા.

રાજ્યના ચૂંટણી કમિશનર સાથેની બેઠકમાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓના સ્થાનિક ભાજપના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ હાજરી આપી હતી.પાટીલે કહ્યું કે બે દિવસ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે અચાનક ૯૨ નગરપાલિકા અને ૪ નગર પંચાયતોની ચૂંટણી જાહેર કરી. જે મુજબ 20 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી ચૂંટણીનો કાર્યક્રમ યોજાશે.

આ વરસાદની મોસમ છે. હાલમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. આનાથી રાજકીય પક્ષો માટે નામાંકન ભરવા, પ્રચાર અને મતદારોને મત આપવાનું મુશ્કેલ બનશે. તેથી, અમે પંચને આ ચૂંટણી કાર્યક્રમ મુલતવી રાખવા વિનંતી કરી હતી. રાજ્યના ચૂંટણી કમિશનરે શહેર વ્યાપી સમીક્ષાનું આશ્વાસન આપ્યું છે.તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરતી વખતે વરસાદને ધ્યાનમાં લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...