આરોપ- પ્રત્યારોપનો દોર:યાકુબ મેમણની કબર સજાવવા અંગે BJPઅને શિવસેના આમનેસામને

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષના નેતાઓ સાથેના મેમણના સંબંધી રઉફના ફોટો વાઈરલ, રઉફ મેમણ અને રાજ્યપાલનો ફોટો મૂકીને કોંગ્રેસ પણ મેદાનમાં

યાકુબ મેમણની કબરને સજાવવા માટે ટાઈગર મેમણના નામની ધમકી આપનાર રઉફ મેમણ સાથેની મુલાકાતનો વિડિયો વાયરલ થયા બાદ મુશ્કેલીમાં મુકાયેલી શિવસેના નેતા કિશોરી પેડણેકરે રઉફ મેમણ અને રાજ્યના વર્તમાન ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ફોટો ટ્વીટ કર્યો છે. તેમણે આ ફોટોના કેપ્શનમાં આરોપી ભાજપના બાર મોઢા છે. તો કોંગ્રેસે રઉફ મેમણ અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનો ફોટો ટ્વીટ કર્યો છે.

યાકુબ મેમણની કબર તળ મુંબઈના બડા કબ્રસ્તાનમાં છે. આ કબરને શણગારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ભાજપ અને શિવસેનામાં આરોપ- પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કિશોરી પેડણેકર અને રઉફ મેમણ સાથેની મુલાકાતનો વિડિયો વાયરલ થયા બાદ ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કિશોરી પેડણેકર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. ભાજપે મહાવિકાસ આઘાડીના નેતા ટાઈગર મેમણ સાથે દાઉદના સંબંધોની તપાસની માગ કરી હતી, જે બાદ શિવસેના અને કોંગ્રેસે ભાજપ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે.

કિશોરી પેડણેકરે દેવેન્દ્ર ફડણવીસ અને રઉફ મેમણનો ફોટો ટ્વીટ કર્યો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના બાર મોઢાથી અન્યો પર આરોપ લગાવે છે તેઓ આ ફોટોને કેપ્શન આપે. કિશોરી પેડણેકરે ટ્વીટ કરેલા ફોટોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ જોવા મળે છે.યાકુબ મેમણ કબર વિવાદના પગલે પેડણેકરની રઉફ મેમણ સાથેની મુલાકાતનો વિડિયો વાયરલ થયો હતો.

આરોપ છે કે, રઉફ મેમણે ટાઈગર મેમણના નામે કબરને સજાવવાની ધમકી આપી હતી. કિશોરી પેડણેકરના વાયરલ વિડિયો બાદ ભાજપ અને શિવસેનામાં આરોપ- પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. શિવસેના અને કોન્ગ્રસે પણ ભાજપના નેતાઓ ફડણવીસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલની રઉફ મેમણ સાથેના ફોટો વાયરલ કરીને જવાબ આપ્યો છે. કિશોરી પેડણેકરે કહ્યું કે ભાજપના આરોપો હાસ્યાસ્પદ છે.

શું છે વાયરલ વિડિયોમાં?
વાયરલ વિડિયો અનુસાર, કિશોરી પેડણેકર એક મિટિંગમાં છે. તેમાં રઉફ મેમણ પણ હાજર છે. તે સિવાય અન્ય વ્યક્તિઓ, અધિકારીઓ પણ જોવા મળે છે. આ બેઠક બડા કબ્રસ્તાનમાં થઈ હોવાનું કહેવાય છે. માહિતી સામે આવી રહી છે કે રઉફ બડા કબ્રસ્તાન અને જુમ્મા મસ્જિદ સાથે સંબંધિત ન હોવા છતાં તે બેઠકમાં હાજર હતો. આ વિડિયો 2021નો હોવાનું કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ મહાસચિવ સચિન સાવંત પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને રઉફ મેમણનો ફોટો શેર કરતાં સાવંતે પૂછ્યું કે આ શું છે?

આઘાડીકાળમાં કાર્યવાહી નહીં
દરમિયાન ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે શિવસેના પર નિશાન સાધ્યું છે. બડા બ્રસ્તાનના ટ્રસ્ટીઓને ટાઈગર મેમણના નામે ધમકી આપવામાં આવી હતી. તેની જાણકારી અપાઈ હતી. જોકે તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ કાર્યવાહી કરી નહોતી. ટ્રસ્ટીઓએ લઘુમતી મંત્રી તરીકે નવાબ મલિકને ફરિયાદ કરી હતી. જોકે તે પછી પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. યાકુબ મેમણની કબરને સજાવવા માટે દુબઈથી આદેશ આવ્યા હતા. જોકે નવાબ મલિકના દાઉદ સાથેના સંબંધોને કારણે તેની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી. તેથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદની લાલચને કારણે આ કેસમાં કોઈ તપાસનો આદેશ આપ્યો નહોતો, એમ ભાતખલકરે આરોપ મૂકયો હતો.

પેડણેકરે આરોપોને નકારી કાઢ્યા
શિવસેનાના ઉપનેતા અને મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે ભાજપના આરોપોને ફગાવી દીધા છે. પીંપળમાં વડની છાલ લગાવવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. મેયર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન, મેં મંદિરો, ગુરુદ્વારા, જૈન મંદિરો, મસ્જિદોની પણ મુલાકાત લીધી હતી અને કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયાની અને વીજ પુરવઠો બંધ થઈ ગયો હોવાની ફરિયાદો મળી હતી. તે સમયે શિવસેનામાં રહેલા યશવંત જાધવ પણ તેમની સાથે હતા. તેણે ફરિયાદ તરફ બહેરા કાને ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...