નિર્માણ:મુંબઈ યુનિવર્સિટીના કાલીના કેમ્પસમાં બાયોડાઈવર્સિટી પાર્ક

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ |આ પાર્કમાં, પક્ષીઓની વસાહત, બટરફ્લાય ગાર્ડન, તળાવ જેવા વિવિધ આકર્ષણો છે

પક્ષીઓનો કલરવ, મધમાખીઓનો ગણગણાટ અને પવનથી હિલોળાં લેતાં ઝાડ સહિત વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચે શહેરના હાર્દમાં કાયાકલ્પ કરવા માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે દ્વારા સાંતાક્રુઝના મુંબઈ યુનિવર્સિટીના કાલીના કેમ્પસના યુરેશિયન સ્ટડી સેન્ટરની બાજુમાં કાલીના બાયોડાઈવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પાર્કનું એચડીએફસી એએમસીના એમડી અને સીઈઓ નવનીત મુનોત દ્વારા કરાયું હતું, જે સમયે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંદીપ અગરવાલા અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ વિનીત ભટનાગર, મુંબઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર આલોક શેવપુરકર હાજર હતા.આ પાર્કમાં મિયાવાકી જંગલ, સેન્સરી પાર્ક, પક્ષીઓની વસાહત, બટરફ્લાય ગાર્ડન, પોન્ડ રિજુવિનેશન, વિવિધ કળાકૃતિઓનું ઈન્સ્ટોલેશન અને મંચ જેવાં આકર્ષણો છે.

“આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણ સંવર્ધનના ભાગરૂપે બાયોડાઈવર્સિટી આજે અને આવતીકાલની તાકીદની જરૂર છે. બાયોડાઈવર્સિટી આપત્તિઓ સામે નિસર્ગની વીમા પોલિસી છે. બાયોડાઈવર્સિટીની પરિભાષા જીન્સથી ઈકોસિસ્ટમ્સ સુધી તેની બધી સપાટીએ પૃથ્વી પર જીવનના વિવિધ પ્રકારનો સંદર્ભ છે અને તેમાં જીવનને સક્ષમ બનાવતી ક્રાંતિકારી, પર્યાવરણીય અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આથી બાયોડાઈવર્સિટીનું રક્ષણ અને સંવર્ધન ભાવનાઓની બાબત હોવા સાથે માનવી અને સંપૂર્ણ ઈકોસિસ્ટમ માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે,” એમ રોટરી ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3141ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંદીપ અગરવાલાએ જણાવ્યું હતું.

પાર્કની જાળવણી માટે કરાર : રોટરી ક્લબ ઓફ બોમ્બે (આરસીબી) દ્વારા મુંબઈ યુનિવર્સિટી સાથે તેના કેમ્પસની અંદર એક એકરથી વધુ જગ્યામાં બાયોડાઈવર્સિટી પાર્ક વિકસાવવા અને જાળવણી કરવા માટે 10 વર્ષના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આરસીબીએ આ પાર્ક વિકસાવવા માટે ટેક્નિકલ નિષ્ણાત અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે મેગા સ્કેપ્સ ઈન્ડિયા (એમજીએસ)ને કામ સોંપ્યું છે. એમજીએસ બાયો એસ્થેટિક, લેન્ડસ્કેપ ડિઝાઈન કંપની છે, જે પુણે અને મુંબઈની બહાર સ્થિત હોઈ પર્યાવરણવાદીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં બધા પ્રોજેક્ટો ઉચ્ચ અનુભવી પર્યાવરણ વિજ્ઞાનીઓ અને ક્ષેત્રના નિષ્ણાતોની દેખરેખમાં કાળજીપૂર્વક નિયોજન કરવામાં આવેછે. મેગા સ્કેપનો મુખ્ય હેતુ ચોક્કસ વિસ્તારોની બાયોડાઈવર્સિટીનું સંવર્ધન કરવાનો અને તેમાં ઉપલબ્ધ જેનેટિક સ્ટોક જાળવણી કરવાનો છે.

શહેરી ક્ષેત્રમાં નૈસર્ગિક સંસાધન

રોટરી ક્લબ ઓફ બોમ્બેના પ્રેસિડેન્ટ વિનીત ભટનાગરે જણાવ્યું હતું કે શહેરી ક્ષેત્રમાં નૈસર્ગિક સંસાધનોનું સંવર્ધન કરવા આ એક નાવીન્યપૂર્ણ અને હકારાત્મક અભિગમ છે. છોડવાં અને પશુઓની વૈવિધ્યતા સ્વસ્થ ઈકોસિસ્ટમનો ચિહન છે. બાયોડાઈવર્સિટી પાર્ક શહેરી પર્યાવરણની ગુણવત્તા બહેતર બનાવવામાં મદદ કરે છે, જે શિક્ષણ, સાંસ્કૃતિક અને સંવર્ધન પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે કામ કરે છે અને બાયોડાઈવર્સિટીને શહેર અને લોકો સાથે જોડે છે.

અન્ય સમાચારો પણ છે...