પુસ્તક મેળાનું આયોજન:કાંદિવલી ખાતે 26 નવેમ્બરથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાંદિવલી પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ માર્ગ પર બાલભારતી દ્વારા 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કરાયુ છે. ગુજરાતી પુસ્તક વિક્રેતા મંડળ અને એન એમ ઠક્કરની કં.ના સહયોગમાં આ પુસ્તક મેળો સવારે 11થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.

પ્રવેશ મફત છે અને 10થી 40 ટકા સુધી ડિસ્કાઉન્ટ રખાયું છે. મુંબઈમાં પાંચ વરસ બાદ આવો વિરાટ પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે. ગુજરાતી ભાષાના તમામ પ્રખ્યાત પ્રકાશકોના વિવિધ વિષયો અને લેખકોનાં પુસ્તકો આ પુસ્તકમેળામાંથી ખરીદી શકાશે. કનૈયાલાલ મુનશી, ર. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, ચંદ્રકાંત બક્ષી, હરકિસન મહેતા, મહેશ યાજ્ઞિક, આઈ. કે. વીજળીવાલા, સુધા મૂર્તિ, ગુણવંત શાહ, દિનકર જોશી, સોનલ પરીખ, નંદિની ત્રિવેદી, પિન્કી દલાલ, સંગીતા - સુધીર, આશુ પટેલ, ગીતા માણેક, સૌરભ શાહ, મહેશ શાહ, સુનીલ ગાંધી, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, પ્રેરણા લીમડી, પ્રીતિ કોઠી, ડો. મનુ કોઠારી, ડો. અમુલ શાહ, ડો. અજય કોઠારી, પ્રફુલ્લ શાહ, ડો. હંસા પ્રદીપ, જવાહર બક્ષી, ઉદયન ઠક્કર, રઘુવીર ચૌધરી, હેમેન શાહ, સુરેન ઠાકર”મેહુલ”, સુરેશ દલાલ, હિતેન આનંદપરા, દિલીપ રાવલ, મુકેશ જોશી, શોભિત દેસાઈ, અંકિત ત્રિવેદી, વિઠ્ઠલ પંડ્યા, સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા, સતીશ વ્યાસ, લેફ્ટનન્ટ કર્નલ સતીશચન્દ્ર વ્યાસ, બરકત વિરાણી, નાઝિર દેખૈયા,સિતાંશુ યશસચંદ્ર, મરીઝ, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ નિરંજન મહેતા સહિતના લેખકો અને પ્રકાશકોના પુસ્તકો ખરીદી શકાશે.ઉપરાંત આ આરોગ્ય, સ્વવિકાસ, હાસ્ય સાહિત્ય, પ્રવાસ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, બાલસાહિત્ય, ધર્મ - આધ્યાત્મ જેવા વિવિધ વિષયોના પુસ્તકો પણ મળશે. વરસો જૂનાં દુર્લભ પુસ્તકોનું અલગ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. ચુનંદાં અંગ્રેજી પુસ્તકો પણ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...