રસી લાવવાની ઘોષણા:સીરમની મંકીપોક્સ પર પણ રસી લાવવાની મોટી ઘોષણા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અદાર પૂનાવાલાએ ​​​​​​​કેન્દ્રને માહિતી આપી

ભારતમાં મંકીપોક્સનું જોખમ વધી રહ્યું છે. હાલ ભારતમાં મંકીપોક્સના આઠ દર્દી છે. મંકીપોક્સના દર્દી ધીમે ધીમે વધી રહ્યા છે અને એક દર્દીંનું મૃત્યુ થયું હોવાથી કેન્દ્ર સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર છે. કેન્દ્ર દ્વારા ટાસ્ક ફોર્સ રચવાના આદેશ આપ્યા છે. આવા સંજોગોમાં હવે સીરમના સીઈઓ આદર પૂનાવાલા દ્વારા મંકીપોક્સ પર રસી લાવવાની મોટી ઘોષણા કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પૂનાવાલાની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. તેમાં મંકીપોક્સ પર નિયંત્રણ મેળવવા માટે રસી શોધવાના પ્રયાસ ચાલુ છે, એમ પૂનાવાલાએ જણાવ્યું હતું. તેમના આ વિધાનને લઈને આગામી થોડા દિવસમાં મંકીપોક્સની રસી પણ આવશે એવી આશા નિર્માણ થઈ છે.દરમિયાન પુણે ખાતે આઈસીએમઆર એનઆઈવીએ એક દર્દીના નમૂનામાંથી મંકીપોક્સનો વોઈરસ અલગ કર્યો છે. આને કારણે મંકીપોક્સ વાઈરસ વિરોધી રસી બનાવવામાં મદદ થશે.

દિલ્હીમાં આફ્રિકન મૂળના એક 35 વર્ષીય નાગરિકને મંકીપોક્સ હોવાનું જણાયું છે. તે તાજેતરના સમયમાં વિદેશ ગયો નહોતો. આ નવા દર્દીને લીધે દેશમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યા આઠ થઈ છે, જ્યારે દિલ્હીમાં આ ત્રીજો દર્દી છે. દરમિયાન દિલ્હીમાં ત્રીજો દર્દી મળી આવ્યા પછી મંકીપોક્સ સાથે લડતઆપવા દિલ્હીની છ હોસ્પિટલોમાં 70 ક્વોરન્ટાઈન રૂમ ઊભી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની ટાસ્ક ફોર્સ
કેરળમાં મંકીપોક્સના એક દર્દીનું મૃત્યુ થયા પછી કેન્દ્ર સરકારે સોમવારે આ રોગના અટકાવ માટે ઉપાયયોજના કરવા ટાસ્ક ફોર્સની રચના કરી છે. જાહેર આરોગ્ય સુસજ્જતાનો કયાસ મેળવવા માટે 26 જુલાઈના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક પાર પડી હતી.

તેમાં મંકીપોક્સ બાબતે ટાસ્ક ફોર્સ સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો. આ મુજબ સોમવારે તેની સ્થાપના થઈ હતી. આ ટાસ્ક ફોર્સ દેશમાં પરીક્ષણોની સુવિધા વધારવા બાબતે માર્ગદર્શન કરશે. બીમારીની રસી સંબંધી અભ્યાસ કરશે.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી કે પોલ આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. સમયસર નોંધ, દર્દીને શોધવા, દર્દીનું વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા નિર્ધારિત સંવાદ ધોરણ પર કામ કરવાના નિર્દેશ રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થા અને આરોગ્ય મંત્રાલયના આરોગ્ય સેવા મહાસંચાલનાલયે આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...