યાત્રા પર ચાંપતી નજર:‘ભારત જોડો યાત્રા’ રાહુલ ગાંધી 6 નવેમ્બરે મહારાષ્ટ્રમાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર યાત્રા પર ચાંપતી નજર રાખશે

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આગામી 6 નવેમ્બરના પ્રવેશી રહી છે. ભારત જોડો યાત્રા નાંદેડ જિલ્લાના દેગલુરથી શરૂ થશે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણની માગણી મુજબ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નાંદેડ જિલ્લામાં ભારત જોડો યાત્રાના આયોજન માટે રાજ્ય સ્તરે 28 પદાધિકારીઓની નિમણૂક કરી છે.

આ યાત્રામાં મહાવિકાસ આઘાડીના આગેવાનો ભાગ લેશે. દરમિયાન આ યાત્રાને કેવો પ્રતિસાદ મળે છે તેની પર રાજ્ય સરકાર ચાંપતી નજર રાખશે.યાત્રાના પ્રભારી અશોક ચવ્હાણ છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નાંદેડ જિલ્લાની યાત્રા માટે 28 પદાધિકારીઓની નિમણૂક કરી છે. તમામ પદાધિકારીઓ હાલ નાંદેડમાં પ્રવેશ્યા છે.

નાંદેડ જિલ્લામાં યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ નાંદેડ ખાતે જ રહેશે. દેગલુરથી શરૂ થનારી ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર, મહા વિકાસ આઘાડીના શરદ પવાર સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓને આ યાત્રા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત જોડો યાત્રામાં મહાવિકાસ આઘાડીના અનેક નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે.રાહુલ ગાંધીની આ યાત્રા દરરોજ ઓછામાં ઓછું 25 કિમી પગપાળા ચાલશે. રાહુલ ગાંધી નાંદેડ જિલ્લામાં 5 દિવસ રોકાશે. પ્રથમ દિવસની ભારત જોડો યાત્રા સોમવાર 7મી નવેમ્બર 2022ના રોજ સવારે 6:30 વાગ્યે દેગલુર બસ સ્ટેન્ડથી શરૂ થશે.

બીજા દિવસે મંગળવાર, 8 નવેમ્બરે આ યાત્રા બિલોલી તાલુકાના ખાતગાંવ ફાટા ખાતે બપોરે 3:30 કલાકે પહોંચશે. દિવસ 3: બુધવાર 9 નવેમ્બરની યાત્રા બિલોલી તાલુકાના શંકરનગર રામતીર્થ ખાતે સવારે 6:30 વાગ્યે પહોંચશે અને બપોરે 3:30 વાગ્યે કુસુમ લૉન્સ નાયગાંવ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...