આરોપીઓને જામીન:કેબિનેટ મંત્રીપદ માટે વિધાનસભ્યો પાસે રૂ.100 કરોડ માગનારને જામીન

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ પૂરી થઈ ગઈ હોવાથી ​​​​​​​કસ્ટડીની જરૂર નથી એવું કોર્ટે નિરીક્ષણ કર્યું

શિંદ- ફડણવીસ મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીપદ મેળવવમાં મદદ કરવા માટે ભાજપના વિધાનસભ્ય પાસેથી રૂ. 100 કરોડની માગણી કરનારા ચાર આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે આદેશ પ્યો હતો, જેની નકલ મંગળવારે ઉપલબ્ધ થઈ છે. તેમાં એવું જણાવાયું છે કે કેસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તેથી હવે આરોપીઓને વધુ કસ્ટડી આપવાની જરૂર નથી.

આથી આરોપીઓ ફરિયાદ પક્ષના પુરાવા સાથે ચેડાં નહીં કરે તેની ખાતરી રાખવા માટે અમુક શરતો સાથે ચારેયને જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓમાં રિયાઝ શેખ, નંદકિશોર સિંહ, યોગેશ કુલકર્ણી અને સાગર સંગવાઈનો સમાવેશ થાય છે. ચારેયની છેતરપિંડી અને નામધારણ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.કોર્ટે ચારેયને પ્રત્યેકી રૂ. 25,000ના બોન્ડ પર છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

આ સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવે ત્યાં સુધી સપ્તાહમાં એક વાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જણાવ્યું છે. આરોપીઓ ભારતમાંથી બહાર નહીં જઈ શકશે અને કેસના કોઈ પણ સાક્ષીદારો સાથે સંપર્ક નહીં કરી શકશે.આરોપીઓએ પોતે નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એવો દાવો કરીને જામીન માગ્યા હતા.

ફરિયાદ પક્ષે આરોપીઓ સામે પ્રથમદર્શી રીતે કેસ બને છે અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાજકીય કટોકટી ધ્યાનમાં લેતાં આરોપ ગંભીર છે, આથી તેમને જામીન નહીં આપવા જોઈએ એમ કહીને વિરોધ કર્યો હતો.

કેબિનેટ વિસ્તરણનું હજુ ઠેકાણું નથી :
દરમિયાન મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મુખ્ય મંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્ય મંત્રીપદના શપથ લીધા પછી ક મહિનો વીતી જવા આવ્યો છતાં હજુ પણ મંત્રીમંડળ વિસ્તરણનું કોઈ ઠેકાણું દેખાતું નથી. બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ સુનાવણી થવાની છે, જેના ચુકાદા પર સૌની મીટ છે. આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ જોર પકડશે એવું લાગી રહ્યું છે.

આ રીતે આરોપીઓ પકડાયા
ગયા મહિને એક આરોપીએ ભાજપના વિધાનસભ્ય રાહુલ કુલનો સંપર્ક કરીને રાજ્ય સરકારમાં મંત્રીપદ મેળવવામાં મદદ કરવા માટે રૂ. 100 કરોડની માગણી કરી હતી. આરોપીએ દિલ્હી કનેકશન હોવાનો પણ દાવો કર્યો હતો. કુલે મરીન ડ્રાઈવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કુલે કહ્યું કે 16 જુલાઈએ તેમના આસિસ્ટન્ટને આરોપીએ કોલ કર્યો હતો. ઓળખ રિયાઝ તરીકે આપી હતી અને મંત્રીપદ અંગે કુલ સાથે ચર્ચા કરવાની વાત કરી હતી. કુલે આરોપીને હોટેલમાં મળવા બોલાવ્યો, જ્યાં આરોપીએ મંત્રીપદ માટે રૂ. 100 કરોડ માગ્યા હતા. કુલે તડજોડને અંતે રૂ. 90 કરોડમાં તેને મનાવી લીધો હતો. આરોપીએ રૂ. 18 કરોડ એડવાન્સમાં માગ્યા હતા. કુલે માન્ય કરીને રોકડ લેવા પછીથી બોલાવ્યો હતો, જે પછી પોલીસને જાણ કરી છટકું ગોઠવીને પકડાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...