સમસ્યા:મુંબઈ- અમદાવાદ હાઈવે પર ખરાબ રસ્તાઓ ફરી ચર્ચામાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયરસ મિસ્ત્રીના કાર દુર્ઘટના પછી પ્રશાસનની ઊંઘ ઊડશે?

મુંબઈ- અમદાવાદ હાઈવે પર રવિવારે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના કાર દુર્ઘટનામાં થયેલા મૃત્યુને લઈને આ માર્ગ પરના ખરાબ રસ્તાઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. કમસેકમ આ દુર્ઘટના પછી પ્રશાસનની ઊંઘ ઊડશે એવી અપેક્ષા પાલઘર જિલ્લાના રહેવાસીઓ સેવી રહ્યા છે. પાલઘર જિલ્લામાંથી પસાર થતા મુંબઈ- અમદાવાદ હાઈવે પર ઘોડબંદરથી આચ્છાડ સુધી 106 કિમી પટ્ટામાં અનેક ખાડાઓ પડ્યા છે. સર્વિસ રોડની અવસ્થા તો તેનાથી વિકટ છે. આમ છતાં ટોલ વસૂલી સતત ચાલુ છે. વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી રસ્તાઓની તુરંત દુરસ્તી કરવા માટે સતત માગણી કરવામાં આવી રહી છે.

રિક્ષાઓ અને કાળી-પીળી ટેક્સીના સંગઠન, હાઈવે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન વગેરે સાથે હાઈવે પર તલાસરી, કાસા, મનોર, વિરાર વગેરે પોલીસ સ્ટેશનની રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટી, જિલ્લા સાર્વજનિક બાંધકામ વિભાગ અને લોકપ્રતિનિધિઓની સંયુક્ત બેઠકમાં આ માગણી અનેક વાર કરવામાં આવી છે. જોકે તે તરફ આંખ આડા કામ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક બાજુ ગ્રામીણ, દુર્ગમ આદિવાસી ભાગોમાં રસ્તાઓ અને પુલોને અભાવે દર્દી, ગર્ભવતી મહિલાઓને ડોલીમાં હોસ્પિટલમાં લઈ જવું પડે છે. અનેક માતા- બાળકોનો ઉપચારનું અભાવે રસ્તામાં જ મોત નીપજે છે.

જોકે તે તરફ ધ્યાન આપવા સરકાર અથવા પ્રશાસન પાસે સમય નથી.પાલઘર જિલ્લામાં તલાસરી, ડહાણુ, પાલઘર, વસઈ, વાડા, વિક્રમગડ, જવ્હાર અને મોખાડા તાલુકાઓમાં આદિવાસી, દુર્ગમ ભાગોના રસ્તાઓની સ્થિતિ અત્યંત ભયાનક છે. આ બાબતે લોકપ્રતિનિધિઓ અનેક વાર સમસ્યા રજૂ કરે છે. જોકે પ્રશાસન તે તરફ ગંભીરતાથી ધ્યાન આપતું નથી, જેને લીધે નાગરિકોને વર્ષોવર્ષ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાની ભૂમિ સેના, શ્રમજીવી સંગઠન, કષ્ટકરી સંઘટના, આદિવાસી એકતા પરિષદ, લાલ બાવટા વગેરે સંગઠનોએ રસ્તા અને પુલ મળે તે માટે અનેક વાર આંદોલન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...