વિવિધ ક્ષેત્રમાં અનન્ય કામગીરી કરીને સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે અમદાવાદની સ્ટાર્ટઅપ ઈશિત્વ રોબોટિક સિસ્ટમ્સ, હૈદરાબાદ સ્થિત ઘરઆંગણે સેટેલાઈટ ટેકલોનોજી વિકસાવતી ધ્રુવા સ્પેસ, રિમોટ થકી દર્દીઓની દેખભાળ કરતું મંચ બેન્ગલુરુની ડોઝી સહિતની સાત સ્ટાર્ટઅપ્સનું મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઈશિત્વ દ્વારા મોટા પાયા પર કચરાનું વ્યવસ્થાપન કરવા માટે ખર્ચ કિફાયતી એઆઈ- પાવર્ડ સોર્ટિંગ મશીન વિકસાવવામાં આવ્યું છે.
ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કચરાના વ્યવસ્થાપનની સમસ્યા વધી રહી છે ત્યારે આ યંત્રો આશીર્વાદરૂપ નીવડી શકે છે, એમ તેના સ્થાપક અને સીટીઓ જિતેશ દદલાનીએ જણાવ્યું હતું.ધ્રુવા સ્પેસ દ્વારા નિર્મિત બે ખાનગી સેટેલાઈટ હાલમાં અવકાશમાં ભ્રમણ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ વધુ સેટેલાઈટ જશે. ભારતીય ટ્રાન્સપોર્ટેશન ઈકોસિસ્ટમ દ્વારા તે અપનાવવામાં આવ્યું છે અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, વિદેશમાંથી પણ માગણી આવી છે, એમ ધ્રુવના સિનિયર બિઝનેસ એસોસિયેટ દિવ્ય- કલા ભવાનીએ જણાવ્યું હતું.ડોઝીની સંપર્ક રહિત સ્વાસ્થ્ય દેખભાળ પ્રણાલીએ કોવિડકાળમાં મોટું કામ કર્યું.
આજે દેશઆખામાં નર્સોની અછત છે ત્યારે આ પ્રણાલી દર્દીના બેડ નીચે રાખીને દર્દીનું બ્લડ પ્રેશર સહિતનાં પરિમાણો પર સતત દેખરેખ રાખી શકાય છે. સામાન્ય રીતે નર્સોને દર અમુક કલાકે દર્દીનાં પરિમાણોનું માપન લેવું પડે છે. આ પ્રણાલીને લીધે નર્સોનું કામ આસાન બની ગયું છે. હાલમાં આ પ્રણાલી ભારતની 400થી વધુ હોસ્પિટલોમાં કાર્યરત છે, એમ સીઈઓ અને સહ- સ્થાપક મુદિત દંડવતેએ જણાવ્યું હતું.અન્ય વિજેતામાં ક્યોર.એઆઈ એક્સ-રે અને સીટી સ્કેન્સ થકી ફેફસાં અને મગજમાં વિકારોને શોધવામાં અને નિદાનનો અમૂલ્ય સમય બચાવવામાં મદદ કરે છે.
ઈન્ડિયન ડેવલપમેન્ટ રિવ્યુ સમુદાય મંચ નિરક્ષરોને સાક્ષરતા અને વિકાસના પાઠ ભણાવે છે, રાયથુ સાધિકારા સંસ્થા નૈસર્ગિક ખેતીવાડીની તરકીબોને પ્રોત્સાહન આપતી ખેડૂત સશક્તિકરણ સંસ્થા છે. ખુશી બેબી ડિજિટલ સ્વાસ્થ્ય મંચ ગ્રામીણ મહિલાઓને પ્રીનેટલ અને નિયોનેટલ હેલ્થકેર પહોંચશ્રમ બનાવે છે. ભારત સરકારના કોવિન મંચને આ વર્ષની ગ્લોબલ ગેમ ચેન્જર તરીકે સન્માનિત કરાઈ હતી, એમ ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલનાના અધ્યક્ષ અમિત ચંદ્રાએ જણાવ્યું હતું.
દાખલારૂપ સમાધાનનું ગૌરવ
ફાઉન્ડેશનના સ્થાપક હર્ષ મરીવાલાએ જણાવ્યું કતે ઈનોવેશન એવોર્ડસ માટે ભારતની આ 9મી આવૃત્તિ છે. આપણા રાષ્ટ્રની વૃદ્ધિ અને વિકાસ માટે અથાક મહેનત લેતા ભારતના ભાવિ પેઢીના ઈનોવેટર્સના આવા દાખલારૂપ સમાધાન જોવાનું ગૌરવજનક લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.