સાઈબર સેલનો અનુરોધ:અજ્ઞાત વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ્સ ટાળો, અજ્ઞાત સાથે વિડિયો કોલ્સ ન કરી છેતરપિંડીથી બચો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે અને તેથી અજ્ઞાત વ્યક્તિઓ પાસેથી વિડિયો કોલ્સ અથવા ફ્રેન્ડ રિક્વેસ્ટ્સ આવે અને પોલીસ અધિકારી હોવાનું કહીને ધમધમકી આપે તો તેમને પ્રતિસાદ આપવાનું ટાળવો એવો અનુરોધ મહારાષ્ટ્ર સાઈબર વિભાગ દ્વારા નાગરિકોને કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસમાં આવી અનેક ફરિયાદો આવી છે.

ઉપરાંત વીજ બિલ, લોન એપ અને ઓનલાઈન માર્કેટપ્લેસને બહાને છેતરપિંડીના કિસ્સા પણ વધી ગયા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.આથી જ લોકોએ ઓનલાઈન કોઈ પણ અરજી કરવા અથવા પ્રતિસાદ આપવાનું ટાળવું જોઈએ તેમ જ કોઈ પણ અજ્ઞાત લિંક પર ક્લિક નહીં કરવું જોઈએ. કોઈ મહિલા દ્વારા લક્ષ્યની વ્યક્તિને વિડિયો કોલ કરવામાં આવે છે, જે પછી મહિલા નિર્વસ્ત્ર થાય છે અને ત્યાર બાદ ઠગ દ્વારા દિલ્હી સાઈબર પોલીસ વિભાગમાંથી અધિકારી બોલું છું એમ કહીને લક્ષ્યની વ્યક્તિ પાસેથી ભીનું સંકેલવાને નામે પૈસા વસૂલ કરે છે.

આવા કિસ્સા વધી ગયા છે. આથી જ અજ્ઞાત નંબર પરથી આવતા આ વિડિયો કોલ્સ સ્વીકારવાનું ટાળવું જોઈએ. જો તે છતાં ફરી કોલ કરે તો તેમણે નંબર બ્લોક કરી દેવો જોઈએ અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આ વિશે માહિતી આપવી જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઓનલાઈન પેમેન્ટ ટાળો : તાજેતરમાં લોન એપ્સના એજન્ટ દ્વારા સતામણીને કારણે મલાડની એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. અમે લોકોને એવો પણ અનુરોધ કરીએ છીએ કે ઓનલાઈન એપ્સ થકી રૂ. 2000 અથવા રૂ. 10,000 જેવી નાની રકમની લોન લેવાનું ટાળવું જોઈએ, કારણ કે લોન આપ્યા પછી ભરપાઈ નહીં થતાં આ લોકો પૈસા વસૂલી કરે છે.

જો લોન લેવી જ હોય તો બેન્ક પાસેથી લેવી જોઈએ, એવી સલાહ તેમણે આપી હતી. છેલ્લા થોડા સમયમાં અમને વિવિધ પ્રોડક્ટોની લેવેચને નામે ઓનલાઈન માર્કેટપ્લેસીસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને છેતરપિંડી કર્યાની 200થી વધુ ફરિયાદો આવી છ. આવી લેવેચ કરવી જ હોય તો લોકોએ ઓનલાઈન પેમેન્ટ ટાળવું જોઈએ. ખરીદદાર - વિક્રેતા સાથે પ્રત્યક્ષ સંદેશવ્યવહાર કરવો જોઈએ અને રોકડમાં પૈસા ચૂકવવા જોઈએ, એવી સલાહ પણ તેમણે આપી હતી.

વીજજોડાણ કાપવાને નામે ઠગાઈ
અમને છેલ્લા થોડા દિવસમાં વીજ બિલ ભર્યું નહીં હોવાથી વીજજોડાણ કાપી નખાશે એવી ધમકી આપીને છેતરપિંડી કરવામાં અઆવી હોવાના આશરે 400 કોલ્સ પ્રાપ્ત થયા છે. આવા કોલક સાથે કોઈ પણ લેણદેણ કરવા પૂર્વે લોકોએ વીજ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરીને તેમનું વીજ મીટર તપાસાવડાવી લેવું જોઈએ અથવા કંપનીને આવી કોઈ વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...