કાર્યવાહી:જ્વેલરીની બાજુમાં દુકાન ભાડે લઈ સુરંગ ખોદી ચોરીનો પ્રયાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદાર આવી જતાં માર મારી પોલીસને હવાલે કર્યો

મુંબઈને અડીને આવેલા થાણેમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્વેલરીની દુકાનમાં ચોરીના ઈરાદાથી એક વ્યક્તિએ બાજુની દુકાન ભાડે લીધી અને ફર્નિચર બનાવવાની આડમાં પોતાની દુકાનથી જ્વેલરીની દુકાન સુધી સુરંગ બનાવી. ચોર સુરંગની મદદથી જ્વેલરીની દુકાનમાં ઘૂસ્યો, પરંતુ અચાનક કોઈ કામથી દુકાનદાર દુકાન ખોલી અંદર આવ્યો. ચોરને જોતાં તેને પકડી પાડ્યો. આ પછી માર મારી પોલીસના હવાલે કરીદીધો.

ચોરીનો પ્રયત્ન અને આરોપીને પકડવાની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. થાણેમાં ભવાની જ્વેલર્સમાં આ ઘટના બની છે. આ દુકાનની બાજુની એક દુકાનને ચોરટાએ ત્રણ દિવસ પહેલાં જ ભાડે લીધી અને ફર્નિચરનું કામ શરૂ કર્યું.ફર્નિચરની દુકાનની આડમાં એક સુરંગ ખોદવામાં આવી અને 9 જાન્યુઆરીના રોજ જ્યારે વિસ્તારમાં મોટા ભાગની દુકાન બંધ હતી એ દિવસે આરોપીએ જ્વેલરીની દુકાનમાં ચોરીને અંજામ આપવાની યોજના બનાવી.

યોજના મુજબ, સુરંગના રસ્તે આરોપી જ્વેલરીની દુકાનમાં ઘૂસ્યા અને ચોરીને અંજામ આપવા શરૂ કર્યું ત્યારે જ દુકાનમાલિક અચાનક આવી ચઢ્યો. આ મામલે થાણે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...