અત્યાચાર કર્યાનો આરોપ:અંધેરીમાં એક સ્ટ્રગલિંગ અભિનેત્રીને કામ આપવાનું આશ્વાસન આપી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોટેલ રૂમમાં લઈ જઈ અત્યાચાર કર્યાનો આરોપ

એક સ્ટ્રગલિંગ અભિનેત્રીને કામ આપવાનું આશ્વાસન આપી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવા સંબંધે એમઆઈડીસી પોલીસે શનિવારે જિજ્ઞેશ મહેતા નામે શેરબ્રોકર અને ટ્રેડરની ધરપકડ કરી છે. અંધેરીના એક હોટેલ રૂમમાંથી આરોપીની ધરપકડ કરવામં આવી છે. અભિનેત્રીને તેણે હોટેલમાં ડિનર માટે બોલાવી હતી.

આ પછી તેણે હોટેલ રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ઘણા બધા બોલીવૂડના નિર્માતાઓને ઓળખું છું અને તેમની સાથે સંપર્ક સાધીને તને કામ મેળવી આપીશ એવું આશ્વાસન તેણે અભિનેત્રીને આપ્યું હતું. ધરપકડ પછી જિજ્ઞેશને કોર્ટમાં હાજર કરાતાં જામીન મંજૂર કરવામા આવ્યા હતા. આ પછી 25 વર્ષીય અભિનેત્રીએ એવો આરોપ કર્યો કે પોલીસે આ પ્રકરણને ગંભીરતાથી લીધું નહીં અને યોગ્ય કલમો લાગુ કરી નહીં, જેથી આરોપીને જામીન મળી હતા.

આ સામે કોર્ટમાં દાદ માગીશ, એમ પણ તેણે જણાવ્યું હતું.જિજ્ઞેશની ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354-બી અને 506 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. આ સંબંધે એમઆઈડીસીના સિનિયર પીઆઈ સતીશ ગાયકવાડે જણાવ્યું કે દુષ્કર્મનો પ્રયાસ કરવા સંબંધે જિજ્ઞેશની હોટેલ રૂમમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીએ પોતે બોલીવૂડમાં સારા નિર્માતાઓને ઓળખે છે અને તેને આધારે તેને કામ મેળવી આપશે એવું આશ્વાસન આપ્યું હતું. આ પછી શુક્રવારે અંધેરી એમઆઈડીસી સ્થિત એક હોટેલમાં ડિનર માટે બોલાવી હતી. આ સમયે હોટેલ રૂમમાં તેનો એક ફ્રેન્ડ પણ હતો. રૂમમાં તેણે મારી પર અત્યાચારનો પ્રયાસ કર્યો હતો. મેં બૂમાબૂમ કરતાં હોટેલનો સ્ટાફ મદદે દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...