મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મહાસચિવ સંદીપ દેશપાંડે પર શુક્રવારે મુંબઈના દાદરના શિવાજી પાર્કમાં મોર્નિંગ વોક દરમિયાન હુમલો થયો હતો. પાર્ટીએ આ હુમલામાં શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથ)નો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. આ હુમલાને લઈને મનસે નેતા અમેય ખોપકરે મોટો આરોપ લગાવ્યો છે.
અમેય ખોપકરે સંદીપ દેશપાંડે પર હુમલાના સંદર્ભમાં ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે અને સાંસદ સંજય રાઉત પર શંકા વ્યક્ત કરી છે. અમેય ખોપકરે માગણી કરી છે, કે આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની અટકાયત કરીને તપાસ કરવી જોઈએ અને જો કોઈ તથ્ય બહાર આવે તો તેમની ધરપકડ કરવામાં આવે.મુંબઈના દાદરના શિવાજી પાર્કમાં સંદીપ દેશપાંડે પર શુક્રવારે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ઘટના મોર્નિંગ વોક દરમિયાન બની હતી. આ હુમલામાં સંદીપ દેશપાંડેના હાથ અને પગમાં ઈજા થઈ હતી. હિન્દુજા હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી.
દેશપાંડેના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. સંદીપ દેશપાંડે પર હુમલો રાજકીય દુશ્મનાવટને કારણે અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હુમલા પર પ્રતિક્રિયા આપતાં અમેય ખોપકરે કહ્યું, “મુંબઈ પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવે અને તપાસ કરવામાં આવે. તેઓ કેવી રીતે બેક ટુ બેક હુમલા કરી રહ્યા છે, કારણ કે સંદીપ દેશપાંડે સતત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.