તપાસ:નુપૂરને સમર્થન આપનાર કરજતના યુવાન પર હુમલો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકરણની તપાસ NIAને સોંપવાની માગણી

ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નિતેશ રાણેએ માગણી કરી છે કે કરજત તાલુકા (નગર જિલ્લા)ના પ્રતિક પવાર પર સોશિયલ મિડિયાના માધ્યમથી નુપૂર શર્માના સમર્થનને કારણે ચોક્કસ કોમના યુવકો દ્વારા કરવામાં આવેલા હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવે. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. ભવિષ્યમાં આ પ્રકારના હુમલાને સહન કરવામાં નહીં આવે તેવી ચેતવણી પણ રાણેએ આ સમયે આપી હતી.

રાણેએ જણાવ્યું હતું કે અહમદનગરના કરજત તાલુકાના યુવક પ્રતિક પવાર પર 4 ઓગસ્ટે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ચોક્કસ કોમના યુવકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે આ હુમલા કેસમાં ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી છે.

નૂપુર શર્માના નિવેદન બાદ ઉદયપુર, અમરાવતી અને હવે કર્જતમાં આ ત્રીજી ઘટના બની છે. હિંદુઓ પર વારંવાર હુમલા થઈ રહ્યા છે અને આ હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. ધાર્મિક લાગણી દુભાય ત્યારે ઘટનાની નિંદા થવી જ જોઈએ પરંતુ લોકતાંત્રિક રીતે થવી જોઈએ. શરિયા કાયદાને અપનાવીને હિંદુઓને નિશાન બનાવવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ.રાણેએ કહ્યું કે ભાજપે નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપ્યું નથી. ઊલટું તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...