અણુશક્તિ નગર વિસ્તારના નાગરિકોને પાણીથી વંચિત રહેવું પડે છે. આમ આદમી પાર્ટી (આપ)નાં નેતા નીતા સુખથનકરે જણાવ્યું હતું કે આ વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી મળે તે માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એમ ઈસ્ટ વોર્ડમાં આંદોલનનું કરવામાં આવ્યું હતું.
અણુશક્તિ નગર, ભારત નગર, હસીના નગર ઊંચા ડુંગરાળ વિસ્તારમાં આવેલાં છે. છેલ્લા ઘણા મહિનાઓથી રહેવાસીઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી તેમને પીવાનું પાણી મળતું નથી. આ સમસ્યા અંગે મુંબઈ મહાનગરપાલિકાને અનેક વખત લેખિતમાં જાણ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી અને પાણીની સમસ્યા જેમની તેમ છે. આપે ગુરુવારે રહેવાસીઓને દરરોજ નળમાં પાણી મળે તેવી માગણી કરી હતી.
આ આંદોલનમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો હતો, વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. પાણીની પૂરતી ઉપલબ્ધતા હોવા છતાં આયોજનના અભાવે નાગરિકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આંદોલન દરમિયાન નાગરિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આપના નેતા રાહુલ કપૂરે અણુશક્તિ નગર વિસ્તારના લોકોને આશ્વાશન આપ્યું કે તેમને આઠ દિવસમાં પાણી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.