નિવેદન:ઉદ્ધવજીને BJP સાથે યુતિ કરવા કહ્યું હતું, તેઓ માન્યા નહી: શિંદે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જનતાના મન વિરુદ્ધ આઘાડી સરકાર આવતાં અમારો વિરોધ હતો

ભાજપ શિવસેનાનો નૈસર્ગિક મિત્ર પક્ષ હોવાથી ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે ફરીથી યુતિ તૈયાર કરવાના મેં પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ માન્યા નહીં, એમ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક મુલાકાતમાં શુક્રવારે જણાવ્યું હતું. જનાદેશ વિરુદ્ધ સરકાર સ્થાપવાથી અમારા અમુક વિધાનસભ્યોનો વિરોધ હતો.

આવું કઈ રીતે થયું અને શા માટે થયું તે મહારાષ્ટ્રના દરેકને ખબર છે. આ કશું મેળવવાના હેતુથી કે મહારાષ્ટ્રનો મુખ્ય મંત્રી બનવા માટે કર્યું નથી. અમે (શિવસેના) ભાજપ સાથે ચૂંટણી લડ્યા અને જનાદેશ શિવસેના- ભાજપની બાજુથી હતો. જોકે જનતાના મન વિરુદ્ધ મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના થઈ. તેની સામે અમારા વિધાનસભ્યોનો વિરોધ હતો, એમ શિંદેએ જણાવ્યું હતું.

પોતાના મતવિસ્તારોમાં કામો થાય અને વિકાસ થાય એવું વિધાનસભ્યોને ચૂંટી લાવનારા મતદારોને લાગતું હોય છે, પરંતુ બદનસીબે આવું થયું નહીં. શિવસેનાના વિધાનસભ્ય જનતાની અપેક્ષા પૂરી કરી શક્યા નહીં. રાજ્યમાં અમારી જ સરકાર હોવા છતાં કાર્યકર્તાઓને ન્યાય મળતો નહોતો. અમારામાંથી અનેક લોકોએ પ્રયાસ કર્યા. મેં પણ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમારા પ્રયાસોને સફળતા મળી નહોતી, એવું દુઃખ પણ તેમણે વ્યક્ત કર્યું હતું.

જે થવાનું હતું તે થયું. અમે કશું ખોટું કર્યું નથી. શિવસેના- ભાજપ નૈસર્ગિક યુતિની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવે એવી જનતાની ઈચ્છા હતી. બાળાસાહેબની પણ તે જ ઈચ્છા હતા, એમ શિંદેએ જણાવ્યું હતું.શિંદેએ યુતિમાં મિત્ર પક્ષો બાબતે ભાજપના લગાવ વિશે પણ જણાવ્યું. 50 વિધાનસભ્ય હોવા છતાં મને તેમણે મુખ્ય મંત્રી બનાવ્યો.

બળવો એ મુખ્ય મંત્રીપદ માટે નહોતો, પરંતુ વૈચારિક લગાવની દિશામાં ઊંચકવામાં આવેલું પગલું છે, એમ તેમણે જણાવ્યું હતું.2024ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ- સેના યુતિનો મુખ્ય મંત્રીપદનો ચહેરો કોણ હશે એવું પુછાતાં જનતા નિર્ણય કરશે એમ શિંદેએ જણાવ્યું હતું. હાલમાં અમારું ધ્યાન લોકોના વિકાસ માટે કામો કરવા પર છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...