બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા દાદરના યોગી સભાગૃહમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ગિરનાર ગૌરવ એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યા હતા. આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજીસ્વામી વતી તેમના સંસારી સગાંઓએ પુરસ્કાર સ્વીકાર્યો હતો, જ્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે અભિનેત્રી આશા પારેખને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ સમાજના સંસ્થાપક હેમરાજ શાહને હસ્તે પ્રદાન કરાયો હતો. આ અવસરે ઓડિશાના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ધોલખિયાને પણ ગિરનાર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ઉપરાંત મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનના વાઈસ ચેરમેન અજય આશર, અભિનેતા સંજય ગોરડિયા, સ્નેહા દેસાઈ, જિમિત ત્રિવેદી, અતુલ કુલકર્ણી, કલ્પક કેકરે, પ્રબોધ પરીખ, રેખા ત્રિવેદી, હર્લી ગાલા, અમીષા વોરા, રિઝવાન આડતિયા, ઝૈન અંદાની, જ્યોતીન્દ્ર દવે વગેરેને ગિરનાર એવોર્ડ એનાયત કરાયા હતા.ગુજરાતી સમાજ ભવનનું નામ આપનાર દાતા પરિવાર નવનીત પરિવારનું સન્માન કરાયું હતું.
નવનીત પરિવાર વતી અનિલ ગાલા અને સુનિલ ગાલાએ રૂ. 1.25 કરોડનો ચેક સંસ્થાપક પ્રમુખ હેમરાજ શાહને આપ્યો હતો. હવેથી ગુજરાતી સમાજ ભવનનું નામ નવનીત ગુજરાતી સમાજ ભવન રહેશે એમ જાહેર કરાયું હતું. રાજ્યના પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢા, આણંદજી શાહ, નાગજી રીટા વગેરે હાજર હતા. સંચાલન શોભિત દેસાઈએ કર્યું હતું. આભારવિધિ રાજેશ દોશીએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.