રાજકારણ:શિંદે જૂથમાં સામેલ થતાં જ કીર્તિકર પર ઠાકરેના નિષ્ઠાવાનો તૂટી પડ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વાર વિધાનસભ્ય અને બે વાર સાંસદ તરીકે તક આપવા છતાં?

વાયવ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારના સાંસદ ગજાનન કીર્તિકરે શિંદે જૂથમાં પ્રવેશ કરતાં જ ઉદ્ધવ ઠાકરેના નિષ્ઠાવાનોએ એક પછી એક તેમની પર તૂટી પડ્યા છે. પક્ષમાંથી હકાલપટ્ટી કર્યા પછી સંજય રાઉત, ચંદ્રકાંત ખૈરે, અંબાદાસ દાનવેએ કીર્તિકરની જોરદાર ટીકા કરી છે.કીર્તિકર શિંદે જૂથમાં ગયા તેનું મને બહુ દુઃખ થયું. તેઓ શરૂઆતમાં અમારા માર્ગદર્શક હતા. તેમણે અમને ઘડ્યા. તેમણે બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે કામ કર્યું હતું. આ સમયમાં પક્ષે તેમને પાંચ વાર વિધાનસભ્ય અને બે વાર સાંસદ બનવાની તક આપી હતી.

આટલું આપ્યા પછી પણ તેઓ આ ઉંમરે ગદ્દારો સાથે ગયા, એમ ચંદ્રકાંત ખૈરેએ જણાવ્યું હતું.કીર્તિકરને અમુક બાબતો માન્ય નહોતી તો પક્ષમાં રહીને મત રજૂ કરવા જોઈતા હતા. કોંગ્રેસ- રાષ્ટ્રવાદી સાથે શિવસેનાની અઢી વર્ષ સરકાર હતી. આ બાબત માન્ય નહોતી તો કીર્તિકરે પહેલા જ દિવસે વિરોધ કરવો જોઈતો હતો. હવે તેઓ ગમે તે બોલી રહ્યા છે. તેમની ઉંમર થઈ ગઈ હોય તેમ લાગે છે, એવી ટીકા તેમણે કરી હતી.ગજાભાઉ શિવસેનાના વરિષ્ઠ નેતા રહ્યા છે. મરાઠવાડા, જાલનામાં તેમણે શરૂઆતમાં મોટાં કામો કર્યાં છે.

આવા નેતાએ સંગઠન છોડવું તે આંચકાજનક અને ક્લેશજનક છે. તેમની પાસેથી પક્ષ છોડવાના અયોગ્ય કારણો આપવામાં આવી રહ્યા છે. તેમનાં અગાઉનાં ભાષણો જોશો તો તેમણે ભાજપ પર ટીકા કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. તેમના જ મતવિસ્તારમાં ભાજપે તેમને ત્રાસ આપ્યો એવું તેમણે જાહેરમાં કહ્યું હતું. હવે પક્ષ છોડ્યા પછી કારણો આપવાં પડે તેથી તેઓ ગમે તે બોલી રહ્યા છે, એમ વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું.

તેમને પક્ષે શું નહીં આપ્યું: રાઉત
કીર્તિકર શિંદે જૂથમાં જવાથી અમારા પક્ષમાં વિશેષ ફરક પડ્યો નથી. આવતીકાલે લોકો તેમને ભૂલી જશે. તેઓ અમારા વરિષ્ઠ સહયોગી હતા. આ ઉંમરે પક્ષે તેમનું શું નહીં આપ્યું? આમ છતાં તેમણે આ નિર્ણય લીધો છે. જોકે તેમના પુત્ર અમોલ અમારી સાથે છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું. તેમણે કીર્તિકરની પક્ષ પ્રત્યે નિષ્ઠા અંગે શંકા પણ ઉપસ્થિત કરી હતી. કીર્તિકર જેવા નેતા બધું મળવા છતાં પક્ષ છોડી જાય છે ત્યારે લોકોના મનમાં નિષ્ઠા શબ્દ વિશે શંકા ઉપસ્થિત થાય છે. કીર્તિકરે ઠાકરેની ટીકા કરી તે વિશે પુછાતાં હવે તેમના બોલવાનો ઝાઝો અર્થ રહ્યો નથી, એમ રાઉતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...