વન વિભાગે મલાડ ખાતેના કુંભારવાડામાં દરોડો પાડીને વાજિંત્ર નિર્મિતી માટે વાપરવામાં આવેલી 117 ઘોની ચામડી જપ્ત કરી હતી અને 72 વર્ષીય આરોપી ભગવાન માંડળકરની ધરપકડ કરી હતી. મલાડ ખાતેની સોમવાર બજારમાં કુંભારવાડા ખાતે કંઈક ખોટું થઈ રહ્યું હોવાની માહિતી થાણેના ઉપ વન સંરક્ષક સંતોષ સસ્તેને મળી હતી એના આધારે કુંભારવાડા ખાતે દરોડો પાડવામાં આવ્યો. આ સમયે આરોપી ભગવાન માંડળકરના ઘરમાં અને ઘરની આસપાસ વાદ્યો-વાજિંત્રો બનાવવા માટે માટીના મટકામાં રાખેલી અને બહાર છૂટી પડેલી 117 ઘોની ચામડી મળી આવી હતી. તેથી માંડળકર પર ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો.
થાણેના ઉપ વનસંરક્ષક સંતોષ સસ્તે અને સહાયક વનસંરક્ષક ગિરીજા દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં મુંબઈના વન ક્ષેત્રપાલ રાકેશ ભોઈર, અંધેરીના વનપાલ રોશન શિંદે, ગોરેગાવ વન સંરક્ષક સુરેન્દ્ર પાટીલ, ભાંડુપના વનરક્ષક મનિષા મહાલે, ટેલ્સ ઓફ હોપ એનિમલ રેસ્ક્યૂ ફાઉન્ડેશનના અક્ષય ચંદ્રન અને ગણેશ દાભાડે સહભાગી થયા હતા. દરમિયાન માંડળકાર ગેરકાયદે ઘોની ચામડી ખરીદીને વાદ્ય-વાજિંત્ર બનાવવામાં એનો ઉપયોગ કરતા હતા. તેથી ઘોની હત્યા કરીને એની ચામડીનું વેચાણ કરતા લોકોને શોધવાનું કામ વન વિભાગ દ્વારા ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.