કાર્યવાહી:હર હર મહાદેવ ફિલ્મ બંધ કરીને દર્શકોની મારપીટ કરવા સંબંધે આવ્હાડની ધરપકડ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂલ કરે તેને માફી અને લડે તેને સજા? સુપ્રિયા સુળે : આવા લોકોને જીવનભર જેલમાં રાખવા જોઈએઃ મનસે

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા જિતેન્દ્ર આવ્હાડની પોલીસે ધરપકડ કરી છે. થાણેના વર્તનગર પોલીસે આ કાર્યવાહી છે, જે પછી રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ આવી છે. આવ્હાડ અને તેમના 100થી વધુ કાર્યકરોએ સોમવારે રાત્રે થાણેના વિવિયાના મોલમાં હર હર મહાદેવ ફિલ્મનો શો બંધકરાવ્યો હતો. એક દર્શકની મારપીટ પણ કરી હતી. આ સંબંધે પોલીસે કાર્યવાહી કરીછે.

હર હર મહાદેવ ફિલ્મમાં ઈતિહાસનું વિકૃતિકરણ કરાયું છે. શિવાજી મહારાજની બદનામી કરવામાં આવી છે. આ બદનામીનો વિરોધ કરવા માટે ધરપકડની કાર્યવાહી કરવામાં આવતી હોય તો તેનો અર્થ સ્પષ્ટ છે. સરકાર મને શિવાજી મહારાજનો સત્ય ઈતિહાસ કહેવાથી રોકે છે. આ સરકાર કોની છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે એમ આવ્હાડે જણાવ્યું હતું. આવ્હાડ સાથે અમુક કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પરીક્ષિત ધુર્વેની ફરિયાદ પરથી વર્તનગર પોલીસ સ્ટેશનમાં આવ્હાડ અને 100થી વધુ કાર્યકરો સામે ભારતીય દંડ સંહિતાની કલમો 141, 143, 146, 149, 323, 504, મુંબઈ પોલીસ કાયદાની કલમ 37/135 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આવ્હાડનો આરોપ છે કે શરૂઆતમાં પોલીસે જામીનપાત્ર કલમો લગાવી હતી.

જોકે પછીથી સરકારની દોરવણીથી અમુક કલમો ઉમેરો છે.આવ્હાડે એમ પણ જણાવ્યું કે શુક્રવારે બપોરે 1 વાગ્યે મને વર્તકનગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ નિકમનો ફોન આવ્યો અને હું નોટિસ આપવા માટે એક કર્મચારીને મોકલીશ નહિતર તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, એમ કહ્યું. હું મુંબઈ તરફ જતો હતો. મેં કહ્યું, હું પોલીસ સ્ટેશન આવીશ અને પછી હું મુંબઈ જઈશ, એમ આવ્હાડે જણાવ્યું હતું.

હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે તેઓએ મને રોક્યો. ત્યાર બાદ ડીસીપી રાઠોડ પોલીસ સ્ટેશનમાં આવ્યા. તેઓ બેચેન અને હતાશ દેખાતા હતા. તેમણે આદરપૂર્વક કહ્યું, હું કંઈ કરી શકું એમ નથી. ઉપરથી ઓર્ડર છે. તમારી ધરપકડ કરવી પડશે, એમ આવ્હાડ જણાવ્યું હતું.

સુપ્રિયા સુળે બચાવમાં આવ્યાં
રાજ્યમાં શું ચાલી રહ્યું છે કાંઈ સમજાતું નથી. ભૂલ કરે તેને માફી અપાય છે અને લડે તે સજા આપવામાં આવે છે. આવ્હાડ લડાકુ નેતા છે. શિવાજી મહારાજ વિરુદ્ધ કશું ખોટું થતું હોય તો અમે વિરોધ કરીશું, એમ સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું.

જીવનભર જેલમાં રાખોઃ મનસે
મનસે નેતા સંદીપ દેશપાંડેએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. તમે જે રીતે દર્શકોની મારપીટ કરી તે ખોટું છે. પોલીસે વેરવૃત્તિથી કાર્યવાહી કરી એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જો આવા ધીંગાણા કરતા હોય તો તેમને જીવનભર જેલમાં રાખવા જોઈએ. અગાઉ પણ આવ્હાડ મંત્રી હતા ત્યારે એકને ઘરે બોલાવીને મારઝૂડ કરી હતી. તેમની પર કાર્યવાહી થવી જોઈએ એવી અમે માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...