કાર્યવાહી:ચોરી કરવા વિમાન દ્વારા મુંબઈ આવતા આરોપીઓની ધરપકડ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દહિસરમાં જ્વેલરના ઘરેથી 6.5 લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી

દહિસર ખાતેના જ્વેલરના ઘરે સાડા છ લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરતા ત્રણ જણની દહિસર પોલીસે અગિયાર મહિના બાદ ધરપકડ કરી હતી. સલમાન અન્સારી, હૈદરઅલી સૈફી અને ખુશાલ વર્મા નામના ત્રણ આરોપીઓની ટોળકી ચોરી કરવા માટે બીજનોર અને દિલ્હીથી મુંબઈ આવતી હતી.

દહિસરમાં રહેતા જ્વેલર અબ્દુલ શેખને 31 ડિસેમ્બર 2021ના ચોરી થઈ હતી. પોતાના ઘરમાં કબાટમાં તેમણે ઘરેણા રાખ્યા હતા. તે નમાજ પઢીને રાતના ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાની કડી તૂટેલી દેખાઈ હતી. ચોરોએ ઘરમાંથી સાડા છ લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. આ બાબતે તેમણે દહિસર પોલીસને માહિતી આપી હતી.

થોડી જ મિનિટોમાં દહિસર પોલીસ ઘરે પહોંચી હતી. પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વરિષ્ઠ નિરીક્ષક પ્રવીણ પાટીલની ટીમના સહાયક પોલીસ નિરીક્ષક મલ્હાર થોરાત અને અન્ય જણે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પરિસરના સીસી ટીવી ફૂટેજની તપાસ કરી હતી.

એક ફૂટેજમાં પોલીસને સલમાન અને હૈદરઅલી દેખાયા હતા. એ પછી પોલીસે દહિસરથી વસઈ રેલવે સ્ટેશન ખાતેના સીસી ટીવી ફૂટેજ તપાસ્યા હતા. એ પછી તપાસ ઝડપી બની હતી. ચોરોને શોધવા માટે પોલીસની ટીમ બે વખત દિલ્હી અને બીજનોર ગઈ હતી. જો કે ચોરો એ પહેલાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરો ફરીથી બીજનોર આવ્યા હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...