સંઘર્ષ થવાના સંકેત:એકનાથ શિંદે જૂથ દ્વારા શિવાજી પાર્કમાં દશેરા રેલીની પરવાનગીમાટે અરજી!!!

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને જૂથ રેલી માટે આગ્રહી હોવાથી સંઘર્ષ થવાના સંકેત, શિવસેનાએ કહ્યું, શિંદે જૂથ બાળાસાહેબના નામે ઢોંગ કરે છે

છેલ્લાં અનેક વર્ષથી શિવસેનાની ઓળખ ધરાવતી શિવાજી પાર્ક પરની દશેરા રેલી હાઈજેક કરવાની દિશામાં હવે શિંદે જૂથે નિર્ણાયક પગલું લીધું છે. શિંદે જૂથે શિવાજી પાર્ક પર દશેરા રેલી માટે પરવાનગી માગતી અરજી મુંબઈ મહાપાલિકા પાસે કરી છે. ઉદ્ધવ ઠાકરેએ આ પૂર્વે જ દશેરા રેલી માટે પરવાનગી માગી હતી જોકે મહાપાલિકાએ હજુ તે પરવાનગી આપી નથી. આ પછી હવે શિંદે જૂથે પણ શિવાજી પાર્કમાં દશેરાના દિવસે રેલી લેવાનું નક્કી કર્યું છે. આને કારણે જૂથ વચ્ચે જોરદાર સંઘર્ષ ફાટી નીકળવાના સંકેત છે.શિવસેનાનાં નેતા કિશોરી પેડણેકરે આ મુદ્દા પરથી શિંદે જૂથની ટીકા કરી છે.

શિંદે જૂથ દ્વારા બાળાસાહેબ ઠાકરેનું નામ લેવામાં આવે છે અને બીજી બાજુ ઢોંગ કરવામાં આવે છે. શિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલીની રોકવી એટલે બાળાસાહેબનું અપમાન છે. બાળાસાહેબ પછી ઉદ્ધવ ઠાકરેએ દશેરા રેલીની પરંપરા આગળ ચાલુ રાખી છે. જોકે હવે તેમાં અવરોધ પેદા કરવામાં આવી છે. આ કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે.

ફક્ત શાબ્દિક ફુરાવા ઉડાવીને હિંદુત્વ સિદ્ધ થતું નથી. આ શિવસેનાની 56 વર્ષની પરંપરા છે. તેને બ્રેક નહીં લગાવો. હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવું નહીં કરો, કારણ કે જેમના હાથમાં સત્તા છે તેનાં પરિણામ લોકોને દેખાઈ રહ્યાં છે.બીજી બાજુ શિંદે જૂથ માટે દશેરા રેલી માટે અરજી કરનારા સાંસદ સદા સરવણકરે જણાવ્યું કે અમે રીતસર અરજી કરી છે. અમે કોઈ પણ જૂથ માટે આ અરજી કરી નથી. શિવસેનાની દર વર્ષે થતી દશેરા રેલીની પરવાનગી માટે આ અરજી છે. આથી હવે મહાપાલિકા કોને પરવાનગી આપે છે તે જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

વિવાદ શું છે?
શિવસેના અને દશેરા રેલી એક અતૂટ સંબંધ છે. આ નિમિત્તે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં થતી રેલીમાં રાજ્યના ખૂણાખાંચરાથી શિવસૈનિકો આવે છે. જોકે હવે શિંદે જૂથે આ રેલી હાઈજેક કરવાની તૈયારી શરૂ કરી છે. હવે મહાપાલિકા કોને પરવાનગી આપશે તે જોવું રહ્યું. જે પણ જૂથને પરવાનગી નકારાય તે આગળ શું કરશે, રેલીમાં એકલા શિંદે જ માર્ગદર્શન કરશે કે પછી ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ જોડે રાખશે તે હજુ રહસ્ય છે, પરંતુ આ બધા મુદ્દાઓએ ઉત્સુકતા વધારી દીધી છે.

શિંદે જૂથના કાર્યકરોને મુંબઈમાં તેડું
દરમિયાન શિંદે જૂથે શિવાજી પાર્કના મેદાનમાં દશેરા રેલી લેવાનો નિર્ણય લેતાં મુંબઈમાં વાતાવરણ ગરમ થવાની શક્યતા છે. દશેરા રેલીના દિવસે શિંદે જૂથે રાજ્યભરના વિધાનસભ્યો અને કાર્યકરોને મુંબઈમાં આવવાની સૂચનાઓ આપી છે. આથી હવે ઉદ્ધવ ઠાકરે શું ભૂમિકા લે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...